પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ૧૭-૦૨-૨૦૨૨ નાં રોજ કોરોના (corona) પોઝિટિવ કેસ (positive) ની સંખ્યા ૦૯ આવી છે. હાલમાં કોરોના મહામારી ને લઈને તંત્ર હળવા મૂડમાં જોવા મળી રહ્યું છે.
કોરોના, પંચમહાલ: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ૧૭-૦૨-૨૦૨૨ નાં રોજ કોરોના (corona) પોઝિટિવ કેસ (positive) ની સંખ્યા ૦૯ આવી છે. હાલમાં કોરોના મહામારી ને લઈને તંત્ર હળવા મૂડમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ માં વધારો ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે પોઝિટિવ કેસ માં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ લગ્ન પ્રસંગો પૂરજોશમાં ચાલી રહેલા હોવાથી રોજબરોજ આવી રહેલાં કોરોના પોઝિટિવ કેસને પ્રજા અવગણી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લામાં કોવિડ ૧૯ (COVID 19) નાં ૦૯ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને પેન્ડેમીક જાહેર કરવામાં આવ્યું છે. આ રોગને કાબૂમાં લેવા અર્થે અત્રેની આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ, ગોધરા દ્વારા અસરકારક અને ઘનિષ્ઠ સર્વેલન્સ ની કામગીરી તેમજ સ્ક્રીનીંગ ની કામગીરી તેમજ જરૂરી આ રોગને રોકવા નાં પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.તે અંગે ની કામગીરીનાં અહેવાલ મુજબ પંચમહાલ જિલ્લામાં આજરોજ કોવિડ 19 પોઝિટિવ કેસની મળી આવેલ સંખ્યા ૦૯ છે. જેમાં શહેરી વિસ્તારમાં ગોધરામાં 04 કેસ મળી આવ્યા છે.
ગ્રામીણ વિસ્તારોમાં હાલોલ માં 04, શહેરા માં 02 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા માં ઘટાડા ની સામે સારવાર હેઠળ રહેલા દર્દીઓ ને રજા આપવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ સારવાર હેઠળ રાખવામાં આવેલા વ્યક્તિઓ માં થી ૨૫ વ્યક્તિઓ ને રજા આપવામાં આવી છે.
આ સાથે પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી મળેલ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૧૩૫૮ થઈ ગઈ છે. તેમજ તેની સામે આજરોજ ૧૮ વર્ષ કરતાં વધારે ઉંમર ધરાવતા લોકોમાં રસીકરણનાં પ્રથમ અને દ્વિતીય ડોઝ આપેલ વ્યક્તિઓ ની સંખ્યા ૪૬૩૪ છે તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી કુલ પ્રથમ અને દ્વિતીય ડોઝ લીધેલા કુલ વ્યક્તિઓ ની સંખ્યા ૨૫,૪૭,૯૯૯ થવા પામી છે.