મંથન પટેલ એન્જિનિયર હોવા છતાં સાત વર્ષોથી ચલાવી રહ્યા છે ફાસ્ટ ફૂડ ની દુકાન
યોયો ફાસ્ટ ફૂડમાં મળતી 15 પ્રકારની પફ ની વેરાઈટી, તેમજ 9 પ્રકારની જુદી-જુદી ફેંકી ની વેરાઈટી લોકોમાં ખૂબ જ પ્રિય છે.અહીં મળતી તમામ આઈટમો ની કિંમત 100 રૂપિયા કરતા પણ ઓછી છે.
Prashant Samtani, panchmahal: ગોધરા શહેરના સાયન્સ કોલેજ વિસ્તાર ખાતે રહેતા મંથન પટેલે 2013 ના વર્ષમાં બીટેક એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને બે વર્ષ ખાનગી કંપનીમાં નોકરી કરી હતી. પરંતુ તેને શરૂઆતથી જ હતું કે, હું પટેલ છું અને પટેલ નો દીકરો ક્યારે ખાનગી કંપનીમાં નોકરી ન કરે . તેને નાનપણથી જ બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા હતી. પરંતુ અનુભવ ના હોવાના કારણે તે રિસ્ક લેતા થોડુંક ડરતો હતો.
અંતે તેની મુલાકાત વિદ્યાનગર ખાતે તેના મિત્ર અંકિત પટેલ સાથે થઈ. જેમણે મંથનને ફાડફાસ્ટ ફૂડ બિઝનેસ શરૂ કરવા માટેની તમામ લાઈન દોરી શીખવા ડી. જે શીખીને મંથને ગોધરાના બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં એક નાનકડી દુકાન ભાડે લઈને યોયો ફાસ્ટ ફૂડ નામની ફાસ્ટ ફૂડ ચેઇન શરૂ કરી. આજે યોયો ફાસ્ટ ફૂડ ને સાત વર્ષ વીતી ગયા છે અને મંથન સફળ રીતે ફાસ્ટ ફૂડ નો વેપાર ચલાવી રહ્યો છે.
યો યો ફાસ્ટ ફૂડ સમગ્ર પંચમહાલ જિલ્લાના લોકો માટે તથા ખાવાના ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. યોયો ફાસ્ટ ફૂડમાં મળતી 15 પ્રકારની પફ ની વેરાઈટી, તેમજ 9 પ્રકારની જુદી-જુદી ફેંકી ની વેરાઈટી લોકોમાં ખૂબ જ પ્રિય છે. અહીં મળતા યોયો સ્પેશિયલ હટકે ફેંકી અને યોયો સ્પેશિયલ હટકે પફ ખાવા માટે તો જાણે લાઈનો જ લાગતી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં મળતી તમામ આઈટમો ની કિંમત 100 રૂપિયા કરતા પણ ઓછી છે. જેથી સરળતાથી તમે અહીં ઓછા રૂપિયામાં વધુ સારું અને ટેસ્ટી ખાવાની મજા માણી શકશો.
મંથન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે , પફ અને ફ્રેન્કીનો મોટાભાગનો જે કાચો માલ તે તૈયાર લાવે આવે છે. જેમાં નાખવામાં આવતી ખાસ પ્રકારની ચટણીઓ મંથન દ્વારા જ બનાવવામાં આવતી હોય છે. ફાસ્ટ ફૂડ પ્રખ્યાત બનવાનું મુખ્ય કારણ એ ખાસ પ્રકારની ચટણીમાં રહેલું છે જે મંથનના કહેવા પ્રમાણે તેની મોનોપોલી છે.
જો તમે પણ ખાવાના શોખીન છો, તો એક વખત અવશ્યપણે ગોધરાના બસ સ્ટેન્ડ વિસ્તારની બાજુમાં આવેલ યો યો ફાસ્ટ ફૂડની મુલાકાત લઈને અહીંની ફેમસ પફ અને ફ્રેન્કી ખાવાનું ભૂલતા નહીં .આ સાથે સાથે અહીં વડાપાઉ, સમોસા , બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ જેવી ઘણી બધી અન્ય આઈટમો પણ મળે છે . જે ખાવામાં ખૂબ જ લઝીઝ અને ટેસ્ટી હોય છે.