Home /News /panchmahal /Panchmahal: અહીં આવેલા છે ચમત્કારિક 108 કુંડ, સ્નાન કરવાથી મટે છે ચામડીના રોગ
Panchmahal: અહીં આવેલા છે ચમત્કારિક 108 કુંડ, સ્નાન કરવાથી મટે છે ચામડીના રોગ
કુદરતના સાનિધ્યમાં વસેલું આ નાનકડું ગામ ટુવા ગરમ પાણીન કુંડને લીધે ખૂબ જ પ્રખ્યાત છે. અહીંથી જમીનમાંથી ગરમ પાણીમાં ઝરા સતત ફૂટતી રહે છે , આવી ઝરા આગળ નાના મોટા કુંડ બનાવવામાં આવ્યા છે.
કુદરતના સાનિધ્યમાં વસેલું આ નાનકડું ગામ ટુવા ગરમ પાણીન કુંડને લીધે ખૂબ જ પ્રખ્યાત છે. અહીંથી જમીનમાંથી ગરમ પાણીમાં ઝરા સતત ફૂટતી રહે છે , આવી ઝરા આગળ નાના મોટા કુંડ બનાવવામાં આવ્યા છે.
Prashant Samtani panchmahal : આમ તો ભારત દેશમાં ઘણી જગ્યાએ ગરમ પાણીના કુંડ આવેલા છે, લોકો આ ગરમ પાણીના કુંડને ધાર્મિક અને પૌરાણિક કથાઓ સાથે પણ સરખાવે છે. ગરમ પાણીના કુલ એ લોકો માટે એક આસ્થાનો વિષય છે , જ્યારે વૈજ્ઞાનિકો માટે આ પ્રકારના ગરમ પાણીના કુંડએ સંશોધનનો વિષય બની જાય છે. લોકો પૌરાણિક માન્યતાઓ અને ધર્મ કથાઓ મુજબ તેમાં દર્શાવેલ કેટલાક કિસ્સાને ગરમ પાણીના કુંડ સાથે સરખાવતા આવ્યા છે. એવી જ રીતે પંચમહાલ જિલ્લાના ટુવા ગામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. ટૂવા એક નાનકડું ગામ છે, જે ગોધરાથી અમદાવાદના મુખ્ય માર્ગ ઉપર આવેલા છે. ટુવાએ ગોધરાથી આશરે 15 કિલોમીટર ની દુરી ઉપર આવેલુ છે અને ગોધરા આણંદ રેલવે લાઇન ઉપર આવેલુ છે . ગરમ પાણીના કુંડનું જે સ્થળ છે તે સ્ટેશનથી આશરે એક કિલોમીટર દૂર ટુવાથી મહેલોલ જવાના રસ્તા પર આવેલું છે.
એક સાથે જ 108 ગરમ પાણીના કુંડ આવેલા છે
કુદરતના સાનિધ્યમાં વસેલું આ નાનકડું ગામ ટુવા ગરમ પાણીન કુંડને લીધે ખૂબ જ પ્રખ્યાત છે. અહીંથી જમીનમાંથી ગરમ પાણીમાં ઝરા સતત ફૂટતી રહે છે , આવી ઝરા આગળ નાના મોટા કુંડ બનાવવામાં આવ્યા છે , કુંડની પાડી પર બેસીને, પાણીથી સરળતા પૂર્વક લોકો સ્નાન કરી મોજ મસ્તી અને મજા માણી શકે તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુવામાં આવેલા કુંડ માના દરેક કુંડમાં થોડું ગરમ , ઠંડુ થોડું , વધારે ગરમ તે રીતે પાણી કુદરતી રીતે જમીનમાંથી જ ગરમ થઈને નીકળે છે. ટુવા ખાતે એક સાથે જ 108 ગરમ પાણીના કુંડ આવેલા છે અને લોકોની માન્યતા છે કે, આ ગરમ પાણીના કુંડમાં નાહવાથી શરીરમાં ચામડીને લગતા કોઈપણ પ્રકારના જો રોગ હોય તો તે દૂર થાય છે. પૌરાણિક કથાઓમાં ભગવાન રામના ચમત્કારોનું વર્ણન ઘણી જગ્યા ઉપર કરવામાં આવ્યું છે . આ ચમત્કારોમાંથી એક છે ભગવાન રામના હાથે બનેલ આ ગરમ પાણીના કુંડ.ટુવાના ગરમ પાણીના કુંડને રામકુંડ ના નામે પણ ઓળખવામાં આવે છે .
શું છે આ ગરમ પાણીના કુંડનો ઇતિહાસ
ટુવાના કુંડને રામાયણ અને મહાભારત સમયનું ગણવામાં આવે છે , ઘણી બધી એવી ઘટનાઓને ટુવાના કુંડ સાથે સરખાવવામાં પણ આવતી હોય છે , લોકોની માન્યતા મુજબ, એક શ્રાપ ના કારણે સરબંગ ઋષિને કોડ થયા હતા. ભગવાન રામને તેમને શ્રાપ માંથી મુક્ત કરાવવા માટે ધરતીમાં બાણ ચલાવી હતી, આ પ્રભાવથી ધરતીમાં કુંડ બની ગયા હતા, જેમાંથી એક કુંડમાં ગરમ પાણી તો એક કુંડમાં ઠંડુ પાણી છે. લોકોની માન્યતા મુજબ અહીં સતત પાંચ અઠવાડિયા નાહવાથી ચામડીના રોગ દૂર થાય છે. ટુવા ખાતે રોજ આશરે 300 થી 500 લોકો સ્નાન માટે આવે છે . શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભારે ભીડ હોય છે. ઉપરાંત અંતિમક્રિયા બાદ લોકો ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાને શુભ માને છે. મુખ્યત્વે અહી ફક્ત રજાના દિવસે તથા રવિવારના દિવસે જ ભીડ જોવા મળતી હોય છે. અને હા ,એક વાત નું ખાસ ધ્યાન રાખજો , અહી કોઈ પણ પ્રકારની સારી હોટેલ નથી , જો તમે પિકનિક માટે અહી આવવા માગતા હોય તો પોતાના ખાવા પીવાની વ્યવસ્થા જાતે જ કરી આવજો. (નાની મોટી દુકાનો છે ). નહ્યા પછી કપડા બદલવા માટે અહી ચેંજીંગ રૂમ પણ રાખવામાં આવેલ છે.
શું કહે છે વિજ્ઞાનિકો ?
વૈજ્ઞાનિકો માટે આ કુંડ એક પડકાર જનક વિષય બની ગયું છે. હજી સુધી આ કુંડ વિશે કોઈ ઊંડાણમાં જાણી શક્યુ નથી .વાત એ છે કે , અહીં એક અંતરે પાણી ગરમ છે અને ઉકળતું છે , બીજી જ બાજુ તેને એક ફૂટ બાદ પાણી ઠંડુ છે. એવું કહેવાય છે કે પાંડવો પણ અહીં આવ્યા હતા , લોકોની માન્યતા મુજબ દ્વાપર યુગમાં પાંડવો પણ અહિં સ્નાન કરવા માટે આવ્યા હતા. અહીંથી નજીક ભીમના પગલાની પૂજા પણ કરવામાં આવે છે અને ભીમ પગલાં નિહાળવા લોકો દૂર દૂર થી અહી આવતા હોય છે.
પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, ટુવામાં આવેલા ગરમ પાણીના કુંડ એક ઐતિહાસિક અને ફરવા લાયક પર્યટક સ્થળ હોવા છતાં, અહીં કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું નથી તથા પર્યટકો માટે કોઈપણ પ્રકારની સુવિધાઓ બનાવેલ નથી. જો આ સ્થળને તંત્ર તેમજ સરકાર થોડું વિશેષ ધ્યાન આપી પર્યટક સ્થળ તરીકે વિકસાવે તો ટુવા તથા આજુબાજુના તમામ લોકો માટે તે એક રોજગારીનું સાધન પણ ઊભું થાય અને આપણા ગુજરાતના વારસાને વિશ્વ સ્તરે આગવું સ્થાન પણ પ્રાપ્ત થાય તેમ છે.