Home /News /north-gujarat /Yoga Day Special: ગુજરાતની આ દીકરીનું રબરની જેમ વળે છે શરીર, કરે છે જોરદાર યોગ, જુઓ વીડિયો

Yoga Day Special: ગુજરાતની આ દીકરીનું રબરની જેમ વળે છે શરીર, કરે છે જોરદાર યોગ, જુઓ વીડિયો

પૂજા પટેલ

Mahesana News: પૂજા યોગમાં સફળતા અંગે જણાવે છે કે, પિતાના સહયોગ અને નાનપણથી યોગ માટે કરેલી મહેનત ઉચ્ચ સ્થાને લઈ ગઈ છે. પૂજાએ રાજ્ય કક્ષાએ પણ સતત આઠવાર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.

મહેસાણા: ૨૧ જુન વિશ્વ યોગ દિવસની (International Day of Yoga) ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત અને દેશભરમાં તંદુરસ્તી માટે યોગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાતની યોગાગર્લ, રબર ગર્લ અને મિસ વર્લ્ડ યોગિની એવી મહેસાણાની પૂજા પટેલ યોગ દિવસ પર જનતાને યોગને જીવનનો એક હિસ્સો બનાવવા માટે અપીલ કરી છે. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં પૂજા જણાવે છે કે, યોગથી મન અને તન બન્ને તંદુરસ્ત રહે છે. દરરોજ સવારે થોડી મિનિટ હળવા યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ જેથી ફિટ રહી શકાય.

મહેસાણા જિલ્લાના અંબાલા ગામની અને હાલમાં કડીમાં રહી અભ્યાસ કરતી ગુજરાતની ગોલ્ડ મેડાલિસ્ટ યોગાક્વીન પૂજા પટેલે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે તેના યોગ કૌશલ્યનો પરિચય કરાવ્યો છે. પૂજા નાનપણથી પિતા યોગ ટ્રેનર હોવાના પગલે યોગથી પ્રેરાઇ હતી. પૂજા પટેલ દ્વારા યોગના સતત અભ્યાસ બાદ જિલ્લાને પણ યોગ ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે.

પૂજા પટેલ


યોગ સ્પર્ધામાં મિસ વર્લ્ડ યોગીની ચાર વખત અને મિસ ઇન્ડિયા યોગીની ૧૮ વખત બની છે. આ ઉપરાંત યોગ ક્ષેત્રે સ્કુલ ગેમ, ઓપન ગેમ અને ખેલ મહાકુંભમાં ૯૨ મેડલ અને ૧૩૯ ટ્રોફી મેળવી છે.અંબાલા ગામની પૂજા પટેલે પ્રાથમિક શાળા કક્ષાએ બ્લોક લેવલ પીટી કોમ્પીટેશમાં સતત આઠ વાર પ્રથમ નંબરે, જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રીક લેવલ પીટી કોમ્પીટેશનમાં સતત ત્રણ વાર પ્રથમ નંબરે અને ઝોનલ લેવલે સતત ત્રણ વાર યોગાસનમાં પ્રથમ નંબર મેળવ્યો છે.

પૂજા પટેલ


ન્યુઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં પૂજાએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા માટે એક અભિયાન શરુ કર્યુ હતુ. ત્યારબાદ હવે દેશના લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધી છે. જ્યારે આપણે ગામમાં રહીએ અને દીકરી તરીકે હોઈએ ત્યારે એક્સ્પોઝર મેળવવામાં વિલંબ થતો હોય છે. મ્હેણા સાંભળવા પડતા હોય છે પણ મારા પિતાએ મને સંપૂર્ણ સહયોગ આપ્યો. પૂજા જણાવે છે કે, તેના યોગ ગુરુ બીજું કોઇ નહીં તેના પિતા ઘનશ્યામભાઇ પટેલ છે. ઘનશ્યામભાઈ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાએ જ પોતાની દીકરી પૂજાને તૈયાર કરી છે અને ઘનશ્યામભાઇએ પણ યોગની કોઇ તાલીમ લીધી નથી. પરંતુ તેમના યોગના કાર્ય થકી આજે દીકરી ગોલ્ડ મેડલ મેળવી રહી છે.

પૂજા પટેલ


પૂજા યોગમાં સફળતા અંગે જણાવે છે કે, પિતાના સહયોગ અને નાનપણથી યોગ માટે કરેલી મહેનત ઉચ્ચ સ્થાને લઈ ગઈ છે. પૂજાએ રાજ્ય કક્ષાએ પણ સતત આઠવાર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સ્ટેટ યોગાસન ચેમ્પીયનશીપ સ્પર્ધા, ઇન્ડિયા યોગ ચેમ્પીયનશીપ સ્પર્ધા, ખેલ મહાકુંભ સ્પર્ધા, યોગા ઇન્ટરેનેશનન એન્ડ એવોર્ડ ઇવેન્ટ પાર્ટીસીપન્ટ સ્પર્ધા, જીમ્નાસ્ટીક સ્પર્ધા સહિત અનેક યોગની સ્પર્ધા અને હરીફાઇમાં વિજેતા બની જિલ્લા, રાજ્ય અને દેશને ગૌરવ અપાવ્યું છે. પૂજાએ વિવિધ ૧૫૭થી પણ વધુ સ્પર્ધાઓમાં ભાગ લઇ વિજેતા બની છે.પૂજા હવે નાના બાળકોને પણ તાલીમ આપી રહી છે. જેમ પૂજાએ મિસ યોગીનીનું બિરુદ પ્રાપ્ત કર્યુ છે. તેવી રીતે અન્ય બાળકો પણ સિદ્ધિ પ્રાપ્ત કરે અને દેશનું ગૌરવ વધારે તેવી પૂજાની ખેવના છે. હાલમાં પૂજા કડીમાં બે યોગ ક્લાસિસ ચલાવે છે. જેમાં 45 બાળકો યોગ શીખી રહ્યા છે. જેમાંથી કેટલાક આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે. વિશ્વ યોગ દિવસ પર પૂજાએ સૌને અપીલ કરી છે કે જેમ આપણા જીવનમાં નાસ્તો અને ભોજન એક રોજિંદી ક્રિયા છે. તેમ યોગને પણ આપણા જીવનમાં રોજિંદી ક્રિયાનો એક ભાગ બનાવો. ફિટ રહેવા માટે યોગ અને પ્રાણાયામ દરેક ઉંમરના વ્યક્તિઓ માટે ખૂબ જરુરી છે. તેનાથી રોગપ્રતિકારત શક્તિ પણ વધારી શકાય છે.
First published:

Tags: World yoga day, ગુજરાત, મહેસાણા, યોગ દિવસ