મહેસાણાથી 5 કિમી દૂર આવેલ ચિત્રોડીપુરા ગામમાં પાણી માટે પારાયણ

News18 Gujarati
Updated: March 12, 2018, 12:01 AM IST
મહેસાણાથી 5 કિમી દૂર આવેલ ચિત્રોડીપુરા ગામમાં પાણી માટે પારાયણ
News18 Gujarati
Updated: March 12, 2018, 12:01 AM IST
મહેસાણાની જો વાત કરીએ તો જિલ્લાના મુખ્ય મથક મહેસાણા શહેરથી 5 કિલોમીટર દૂર આવેલા ચિત્રોડીપુરા ગામે છેલ્લા પાંચ વર્ષથી વર્તાઈ રહી છે પાણીની પારાયણ.. જેને લઈ ગ્રામજનો માટે પીવાનું પાણી ક્યાં અને ક્યારે એક મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.

ઉનાળો આવી ગયો છે ત્યારે પાણીની પોકાર પડશે તે સ્વાભાવિક છે પણ શું પાંચ વર્ષ સુધી પાણીની પારાયણ વેઠવી એ કઈ યોગ્ય માની શકાય? તો તમારો જવાબ હશે 'ના ' ત્યારે છતાં આજે મહેસાણા જિલ્લામાં મુખ્ય મથક એવા મોટા શહેર મહેસાણાથી માત્ર પાંચ જ કિલોમીટર દૂર આવેલા ચિત્રોડીપુરા ગામની જો વાત કરીએ તો અહીં છતાં પાણીએ ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. વડાપ્રધાન અને નાયબમુખ્યમંત્રી ના જિલ્લામાં આવેલ આ ચિત્રોડીપુરા ગામમાં બોર તો છે અને તેમાંથી પાણી પણ આપવામાં આવે છે પણ વાત એમ છે કે આ પાણી જો પીવામાં આવે તો તમારૂ સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે. કારણ કે આ પાણીમાં ક્ષાર ખુબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યો છે, તે ઉપરાંત કચરો પણ મોટા પ્રમાણમાં આવે છે, ક્ષાર એટલા પ્રમાણમાં આવે છે કે, પાણીની પાઈપો પણ ચોકપ થઈ જાય છે. પાણીની પાઇપોમાં જો આવી હાલત થતી હોય તો શરીરની નળીઓ નું તો શું થાય ? માટે જ ગ્રામજનો આ પાણીને પીવાના ઉપયોગમાં લઇ શકતા નથી

દીનેશજી ઠાકોર નામના સ્થાનિકના જણાવ્યા અનુસાર, તેમના ગામમાં રહેલી પાણીની પારાયણ વચ્ચે આજે પીવાનું પાણી લાવવા ગામના યુવાનો રોજગાર મજૂરીના કામો પડતા મૂકી પરિવારને પાણી પીવડાવવા મહેસાણા શહેરમાં જઈ પાણી રીક્ષા કે બાઇકો પર લાવે છે તો કેટલાક પરિવારની ગૃહિણીઓ અને શાળાએ ભણતી દીકરીઓ માટે તો પીવાનું પાણી રોજીંદો માથાનો દુખાવો બની ગયું છે મહિલાઓ અને દીકરીઓને પીવાના પાણી લેવા આસપાસના ખેતરોના બોર પર દૂર દૂર સુધી ચાલતા જઈ પાણી લાવવું પડે છે જેને લઈ વિદ્યાર્થીઓને શાળામાં રજા પડે છે તો ગૃહિણીઓ ઘરકામ અને ખેત કામ પણ કરી શકતી નથી

વિદ્યાર્થી હેતલ ઠાકોર અને કોમલ ઠાકોરે જણાવ્યું હતું કે, આ ગામમાં વસતા શ્રમજીવી પરિવારો માટે 1998માં બોર બન્યો ત્યારે પાણી સારું હતું પરંતુ હાલમાં છેલ્લા પાંચ વર્ષ થી પાણી એટલું ખારું બન્યું છે કે જો આ પાણી થી રસોઈ બનાવો તો મીઠું નાખવાની પણ જરૂર ન પડે તો આ પ્રકારનું પાણી પીવાથી ત્વચાના રોગોનો પણ ભય ગ્રામવાસીઓને સતાવી રહ્યો છે જેને પગલે પીવાના પાણીની સમસ્યાનો હલ લાવવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

માજી સરપંચ વિજયજીએ જણાવ્યું હતું કે, 500 પરિવારો અને 1300 જેટલા ગ્રામજનોને હાલમાં પાણી જે અપાઈ રહ્યું છે તેનો લેબ રિપોર્ટ કરી કેમેરા થી ફોટા લેવામાં આવ્યા છે ત્યારે પાણીના સિમ્પલનુ પરિક્ષણ કરતા પાણી પીવા યોગ્ય ન હોવાનું બહાર આવ્યું છે સરપંચ દ્વારા ના.મુખ્ય મંત્રી અને પાણી પુરવઠા વિભાગ સહિત તંત્રને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી રજૂઆતો કાગળમાં જ ઘર કરી રહી ગઈ છે તો ગ્રામજનો પાસે નવો બોર બનાવવા આર્થિક સ્થિતિ પણ કથાળેલી હાલતમાં છે

સરપંચ સોમાજી ઠાકોર અને ઉપસરપંચ પરખાનજી ઠાકોરે સરકારની સહાયથી વંચિત અને આર્થિક રીતે નબળા આ ગામમાં આજે 500 જેટલા પરિવારને સરકાર નર્મદાના નીર પહોંચાડે અથવા પછી નવો બોર ફાળવે તેવી માંગણી કરી હતી. ત્યારે ચિત્રોડીપુરા ગામ માટે સર્જાયેલી પીવાના પાણીની પારાયણનો અંત ક્યારે આવે છે તે તો વિચારવું જ રહ્યું !

રોનક પંચાલ , ન્યુઝ18 ગુજરાતી, મહેસાણા
First published: March 12, 2018
पूरी ख़बर पढ़ें
अगली ख़बर