અર્બુદા ક્રેડિટ સોસાયટીનું ઉઠામણું,ગુજરાતીઓના કરોડો રૂપિયા ફસાયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 14, 2017, 6:29 PM IST
અર્બુદા ક્રેડિટ સોસાયટીનું ઉઠામણું,ગુજરાતીઓના કરોડો રૂપિયા ફસાયા
અમદાવાદઃરાજસ્થાનની અર્બુદા ક્રેડિટ સોસાયટીની ગુજરાતમાં મોડાસા,પાટણ,મહેસાણા, વિસનગર, ખેરાલુ, કડી,સતલાસણ સહીતના શહેરોમાં વિવિધ શાખાઓ ખોલી અને અનેક ગુજરાતીઓના કરોડો રૂપિયા સેરવી લેવાયા છે. ઉઠમણું થતા ખાતેદારોમાં દોડધામ મચી ગઇ છે. વિસનગરમાં ૮૯.૨૭ લાખ સેરવ્યા છે. પોતાની જ શાખાઓના મેનેજરો સહિત ગ્રાહકો છેતરાયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 14, 2017, 6:29 PM IST
અમદાવાદઃરાજસ્થાનની અર્બુદા ક્રેડિટ સોસાયટીની ગુજરાતમાં મોડાસા,પાટણ,મહેસાણા, વિસનગર, ખેરાલુ, કડી,સતલાસણ સહીતના શહેરોમાં વિવિધ શાખાઓ ખોલી અને અનેક ગુજરાતીઓના કરોડો રૂપિયા સેરવી લેવાયા છે. ઉઠમણું થતા ખાતેદારોમાં દોડધામ મચી ગઇ છે. વિસનગરમાં ૮૯.૨૭ લાખ સેરવ્યા છે. પોતાની જ શાખાઓના મેનેજરો સહિત ગ્રાહકો છેતરાયા છે.

arbuda1

વિસનગરમાં આવેલી અર્બુદા ક્રેડીટ કો.ઓ.સો.ના મેનેજર જોશી અરુણભાઈ ધ્વારા પોતાની જ ક્રેડીટ સોસા.ના માલિકો સામે ફરિયાદ નોધાવતા ગુજરાતમાં ઠેર ઠેર રાજસ્થાની ક્રેડીટ સોસા. ધ્વારા ગ્રાહકોના રૂપિયા ચૌ કરી ગયાનો સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં વિસનગર બ્રાન્ચમાં ફરજ બજાવતા જોશી અરુણભાઈ છેલ્લા કેટલાક વર્ષો થી અર્બુદા ક્રેડીટ સોસા.માં મેનેજર તરીકે રૂ ૮૫૦૦ના માસિક વેતનથી કામ કરતા હતા.

જ્યાં શાખામાં નાણાકીયજરૂરિયાતો માટે આવતા ગ્રાહકોને પૈસા આપવા માંઉટ આબુસ્થિત આવેલી અર્બુદા ક્રેડીટ સોસા. કે જે રાકેશ દેવેન્દ્ર અગ્રવાલે તેની બે પત્ની સાથે મળી બચત મંડળ તરીકે શરુ કરેલ જેમનો સંપર્ક કરતા આ તમામ લોકો ફરાર થયા હોવાનું માલુમ પડતા વિસનગરમાં આવેલી આ શાખાના ૨૦૨૨ ખાતેદારોના અંદાજે ૮૯.૨૭ લાખની છેતરપીંડી મામલે વિસનગર શહેર પોલીસમાં ફરિયાદ નોધાવવા પામી છે.

મોડાસાની અર્બુદા ક્રેડિટ સોસાયટીની શાખાનું ઉઠામણું
મોડાસાની શાખાના 600થી વધુ ગ્રાહકોના 3 કરોડ રૂપિયા સલવાયા
અર્બુદા ક્રેડિટ સોસાયટી મોડાસાના એજન્ટે નોંધાવી ફરિયાદ
આનંદ પટેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
600 ગ્રાહકોના 3 કરોડ રૂપિયા પાકતી મુદતે પરત ના કરતા ફરિયાદ
મોડાસા ખાતે 9 ઓકટોબર 2013ના રોજ અર્બુદા ક્રેડિટ સોસાયટી શરૂ કરાઈ હતી

અર્બુદા ક્રેડિટ કો.ઓ.સોસાયટી છેતરપિંડીનો મામલો
કડી અને વિસનગર સહિત વિવિધ જગ્યાએ છેતરપિંડીની ઘટના
હારીજમાં અર્બુદા ક્રેડિટ કો.ઓ.સોસાયટી બેન્કે કરી ઉઠાંતરી 

488 ગ્રાહકોનાં 31 લાખ રૂપિયા ફસાયા
બેંકે ઉઠાંતરી કરતાં ગ્રાહકોએ બેંકમાં મચાવ્યો હોબાળો
મેઈન બ્રાન્ચ બંધ થતા રૂપિયા પરત મેળવવા લોકોએ કરી માગ
પોલીસ ફરિયાદ નોંધાવવાની શક્યતા

First published: February 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर