વિજાપુરમાં આંગડિયા પેઢીમાં 25 લાખ લૂંટ, બે પોલીસકર્મીની ધરપકડ

8 જુલાઇના રોજ વિજાપુરમાં કોલવડા પાસે રાજેશ મગન પટેલ આંગડિયા પેઢીમાં 25 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી.

News18 Gujarati
Updated: July 11, 2019, 5:56 PM IST
વિજાપુરમાં આંગડિયા પેઢીમાં 25 લાખ લૂંટ, બે પોલીસકર્મીની ધરપકડ
8 જુલાઇના રોજ વિજાપુરમાં કોલવડા પાસે રાજેશ મગન પટેલ આંગડિયા પેઢીમાં 25 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી.
News18 Gujarati
Updated: July 11, 2019, 5:56 PM IST
કેતન પટેલ, મહેસાણાઃ મહેસાણામાં થોડા સમય પહેલા જ થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. સમગ્ર પ્રકરણમાં બે પોલીસકર્મીની સંડોવણી સામે આવતા પોલીસબેડામાં ચકચાર મચ્યો છે. સમગ્ર કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે 8 જુલાઇના રોજ વિજાપુરમાં કોલવડા પાસે રાજેશ મગન પટેલ આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવવામાં આવી હતી. આરોપીઓએ રૂપિયા 25 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા. બાદમાં મહેસાણા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ વાહ! આ મહિલાએ ૧૫ હજાર સ્ત્રીઓને સરકારી યોજનાઓનો લાભ અપાવ્યો

સૌપ્રથમ પોલીસે મહત્વના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, બાદમાં ચોંકાવનારા તથ્યો પોલીસને હાથ લાગ્યા હતા. લૂંટની ઘટનામાં બે પોલીસકર્મીની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આ બંને પોલીસકર્મીમાં એક DySP કચેરીનો ડ્રાઇવર અને એક કમાન્ડો હોવાનું બહાર આવ્યું છે. આ બંને સહિત અત્યારસુધીમાં પોલીસે 7 આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસે હાલ ફરાર આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે આરોપી પોલીસકર્મી સામે ખાતાકીય તજવીજ કરીને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
First published: July 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...