સાબરકાંઠાઃ બે વ્યક્તિની જાહેરમાં ધોલાઇ, એકનો આપઘાત, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: June 7, 2019, 6:10 PM IST
સાબરકાંઠાઃ બે વ્યક્તિની જાહેરમાં ધોલાઇ, એકનો આપઘાત, વીડિયો વાયરલ
News18 Gujarati
Updated: June 7, 2019, 6:10 PM IST
ઇસાન પરમાર, સાબરકાંઠાના પ્રાંતિજના પઢાચરા ગામે જાહેરમાં બે વ્યક્તિને ઢોર મારવાની ઘટના સામે આવી છે, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે બે વ્યક્તિને બાંધીને માર મારવામાં આવે છે, તો માર ખાઇ રહેલા બે વ્યક્તિઓમાં એક વ્યક્તિએ આપઘાત પણ કરી લીધો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રાંતિજના પઢાયરા ગામે માત્ર ત્રણ હજાર રૂપિયા માટે એક આધેડે આપઘાત કરી લીધો, આ પહેલા ગામના જ કેટલાક શખ્સો દ્વારા આધેડ અને એક યુવકને વૃક્ષ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ વર્લ્ડ કપમાં બલિદાન બેઝના ગ્લવ્સ પહેરીને જ રમશે ધોની

ગામના 15 જેટલા શખ્સોએ અમારું બકરું કેમ મારી નાખ્યું કહી બે લોકોને દોરડાથી બાંધીને માર માર્યો હતો, જે બાદ બંને લોકોને 3-3 હજાર ચૂકવવાનું કહ્યું હતું. જેમાં પૈસા ભરવામાં અક્ષમ એવા આધેડે ફરીથી મારની બીકે દહેગામ પાસે આપઘાત કરી લીધો, આ મુદ્દે દહેગામ પોલીસ સ્ટેશનમાં 15 લોકો સામે ફરિયાદ નોંધાઇ.

2 જુન રવિવારે સવારે રાજુજી રાઠોડ પઢાચડા ગામે ખેતરમાં કામે ગયા હતા, તે દરમિયાન ચાર શખ્સો આવીને  અમારું બકરું કેમ મારી નાખ્યું કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા, આ દરમિયાન મારરપીટ પણ કરવામાં આવી. બાદમાં તેઓને ઢસડીને એક બકરું જ્યાં મરેલું હતું ત્યાં લઇ ગયા. અહીં વૃક્ષ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના અંગે દહેગામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી બી પરમારનું કહેવું છે કે સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી છે, અત્યારસુધીમાં એક આરોપી ભીખાજી મેરાજીને પકડી લીધો છે. ફરિયાદના દાવા પ્રમાણે કેસમાં તપાસ ચાલુ છે.
Loading...

First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...