બનાસકાંઠાઃ થરાદ-ધાનેરા હાઈવે પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, બે દિવસથી સતત પાણીનો વ્યય

News18 Gujarati
Updated: February 12, 2018, 3:16 PM IST
બનાસકાંઠાઃ થરાદ-ધાનેરા હાઈવે પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, બે દિવસથી સતત પાણીનો વ્યય
બનાસકાંઠાઃ થરાદ-ધાનેરા હાઈવે પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, બે દિવસથી સતત પાણીનો વ્યય.
News18 Gujarati
Updated: February 12, 2018, 3:16 PM IST
બનાસકાંઠાઃ થરાદમાં એક બાજુ, ગંભીરપુરા અને ઉચપા માઈનોર કેનાલમાં કનેક્શન કપાયાં છે અને બીજી બાજુ થરાદ-ધાનેરા હાઈવે પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે. પાઈપલાઈનમાં ભંગાણને કારણે છેલ્લા 2 દિવસથી પાણીનો વ્યય થઈ રહ્યો છે. પાણી કનેક્શન કાપતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. પાણીપુરવઠા વિભાગની બેદરકારીથી પાણીનો બેફામ વ્યય થઈ રહ્યો છે.

મળતી વધુ વિગત મુજબ, બનાસકાંઠાના થરાદ-ધાનેરા હાઈવે પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી છેલ્લા 2 દિવસથી પાણીનો વ્યય થઈ રહ્યો છે. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતાં પુરવઠા વિભાગ તરફથી સમયસર કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં અને પાણીનો વ્યય સતત થઈ રહ્યો છે. બીજી બાજુ, ગંભીરપુરા અને ઉચપા માઈનોર કેનાલમાં કનેક્શન કપાતાં ખેડૂતો રોષે ભરાયા છે. પાણીપુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે.

First published: February 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर