બનાસકાંઠાઃ થરાદ અને અમીરગઢમાં IT વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન

News18 Gujarati
Updated: March 8, 2018, 7:24 PM IST
બનાસકાંઠાઃ થરાદ અને અમીરગઢમાં IT વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન
બનાસકાંઠાઃ થરાદ અને અમીરગઢમાં IT વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન.
News18 Gujarati
Updated: March 8, 2018, 7:24 PM IST
બનાસકાંઠાઃ આજે બે જગ્યાએ IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આજે સવારે થરાદની એક સોના-ચાંદીની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા છે. બીજી જગ્યાએ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં સાડીના શો રૂમમાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

મળતી વધુ વિગત મુજબ, બનાસકાંઠાના થરાદમાં સોના-ચાંદીની દુકાનોમાં બિનહિસાબી લેવડદેવડ મામલે IT વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન કરવામાં આવ્યું હતું. IT વિભાગના દરોડાને કારણે સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ફેલાઈ ગયો હતો. ડરને કારણે થરાદમાં અનેક વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી.

બીજી બાજુ, બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢમાં સાડીના શો રૂમોમાં પાલનપુર અને અમદાવાદના IT વિભાગની સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા બિનહિસાબી આવકને લઈ સર્ચ-ઓપરેશન કરવામાં આવ્યું હતું. ITના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ
First published: March 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर