નડિયાદ: ગૃહ રાજ્ય અને રમત ગમત યુવા સંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) નડિયાદના (Nadiad) સ્પોર્ટ્સ માટેના હાઈ પરફોર્મન્સ સેન્ટરની મુલાકાત લીધી. તેઓએ દોડ, બરછી ફેંક, ઊંચી કુદ, દોડ, વોલીબોલ, ટેકવોન્ડો, સ્વીમીંગ ના ખેલાડીઓની રમત નિહાળી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં (Sports Complex) ખેલાડીઓને રહેવાની અને જમવાની સગવડ મળી રહે તેનું નિરીક્ષણ કર્યું. સાથે તેઓએ ખેલાડીઓને સંબોધતા મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, સુરતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનવા જઇ રહ્યું છે. જે માટે 14 એકર જમીન પણ નક્કી થઈ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના ખેલાડીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી મળેલા મેડલ્સ અને નામના બાદ ગુજરાતનું નામ રોશન થાય તેને લઈ રમતગમત મંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે. જેને પગલે તેઓએ મંગળવારે નડિયાદના અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી.
સુરતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનવા જઇ રહ્યું છે
જ્યાં તેઓએ વિવિધ રમતોના રમતવીરો અને કોચ સાથે સંવાદ કર્યો હતો. હાલમાં જ બનાવવામાં આવેલી સ્પોર્ટ્સ પોલીસી અંગે સુધારા અંગેના સૂચનો મેળવ્યા હતા. સાથે જ હર્ષ સંઘવીએ ખેલાડીઓને વધુ સારું પ્રદર્શન કરી ગુજરાતને સ્પોર્ટ્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટેની ખાતરી માંગી હતી.
ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવવામાં આવેલ ખેલ મહાકુંભ રમતવીરો માટે પ્રેરણા રૂપ બન્યો હોવાનુ કહેતા તેઓએ જણાવ્યું કે સુરતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનશે જે માટે 14 એકર જમીન પણ નક્કી થઈ ગઈ છે.
તેઓએ ઉમેર્યું કે, 2002માં 10થી ઓછા મેડલ હતા અને હવે રમતગમતમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. હજુ આગળ વધુ સારું થઈ શકે તેના માટે અધિકારી અને મંત્રી નહિ પણ રમતવીરો પાસેથી આઈડિયા લઇને સારું કામ થઈ શકે તેના પર ચર્ચા થઈ. બીજીતરફ ખેલાડીઓએ સરકાર દ્વારા ખેલ માટે મળતી સવલતોની સરાહના કરી સાથે સ્પોર્ટ્સ કવોટામાં સરકારી નોકરી મળે તેવી માંગ ખેલાડીઓ કરી છે. મહત્વનુ છે કે, નડિયાદ સ્પોર્ટ્સ કૉપ્લેક્સની મુલાકાત દરમિયાન રમતવીરોને મળતા પૌષ્ટિક આહાર અને ડાયેટ અંગે પણ ચોક્કસ વિચારણા કરતા રમતવીરોને મળતા દૈનિક ભથ્થામાં વધારો કરી 480 કરી આપવાની જાહેરાત કરાઈ હતી. સાથે જ આઉટ ડોર અને ઇન્ડોર ગેમ્સના આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવા માટે તૈયારી બતાવવામાં આવી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર