મહેસાણાઃદંપતી આપઘાત કેસમાં છ ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
મહેસાણાઃદંપતી આપઘાત કેસમાં છ ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ
મહેસાણાઃજમીનના સોદામાં કરોડો રૂપિયા ફસાયા હોવાથી ભીસમાં મુકાયેલા દંપતીએ આપઘાત કર્યો છે. સુરતમાં વર્ષોથી રહેતું દંપતીએ મહેસાણા સાગર રેસીડેન્સીમાં આવીને આપઘાત કરી લીધો છે. સુસાઇડનોટમાં માનશીક તણાવમાં આવી પગલું ભર્યાનો ઉલ્લેખપણ છે. ત્યારે મૃતકના પુત્રએ સુરતના 6 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે. અંકલેશ્વર ખાતે આવેલ જમીનમાં ૧.૧૬ કરોડના સોદાને લઈ માનસિક તનાવમાં દંપતી હતું. દંપતીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારું નામ પટેલ સુરેશભાઈ ભવાનદાસ છે. હું અત્યારે કામરેજ ખાતે G 802 દાદા ભગવાન કોમ્પલેક્ષમાં રહું છું. ત્યારબાદ સમગ્ર મામલાનો ઉલ્લેખ પણ કર્યો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
મહેસાણાઃજમીનના સોદામાં કરોડો રૂપિયા ફસાયા હોવાથી ભીસમાં મુકાયેલા દંપતીએ આપઘાત કર્યો છે. સુરતમાં વર્ષોથી રહેતું દંપતીએ મહેસાણા સાગર રેસીડેન્સીમાં આવીને આપઘાત કરી લીધો છે. સુસાઇડનોટમાં માનશીક તણાવમાં આવી પગલું ભર્યાનો ઉલ્લેખપણ છે. ત્યારે મૃતકના પુત્રએ સુરતના 6 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે. અંકલેશ્વર ખાતે આવેલ જમીનમાં ૧.૧૬ કરોડના સોદાને લઈ માનસિક તનાવમાં દંપતી હતું. દંપતીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારું નામ પટેલ સુરેશભાઈ ભવાનદાસ છે. હું અત્યારે કામરેજ ખાતે G 802 દાદા ભગવાન કોમ્પલેક્ષમાં રહું છું. ત્યારબાદ સમગ્ર મામલાનો ઉલ્લેખ પણ કર્યો છે. મહેસાણામાં આવેલ સાગર રેસીડેન્સીમાં એક પટેલ દંપતીએ સુરતથી આવી પોતાના ભાઈના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું છે. આ મામલે મૃતકના મોત પાછળ ઘટના સ્થળેથી મળી આવેલી એક પાંચ પત્તાની સુસાઇનોટને લઈ દુષ્પ્રેરણાની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે સુસાઇડ નોટની વાત કરીએ તો મળી આવેલ સુસાઇડ નોટમાં આ પટેલ દંપતી વર્ષો થી સુરત રહતો હતો. અને અંકલેશ્વરમાં આવેલી તેમની 11 વીધા જમીનના કોઈ સોદા મામલે તેમની સાથે ૧.૧૬ કરોડનો ગોટાળો થયો હોવાનને લઈ માનસિક રીતે પોતાને અસ્વસ્થ માની તેઓ એ આરોપીઓના નામ જોગ સુસાઇડનોટ લખી ગળે ફાંસો ખાધો હતો. તો આ બાબતે મૃતકના પુત્ર ચિંતન પટેલે મહેસાણા બી ડીવીજન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સુરતના જયરામ દેસાઈ, ધીરુ મેર અને તેમના અન્ય ચાર સાગરીતો લાલભાઈ, જીતુભાઈ , મુકેશ પટેલ અને કરશન ખોખાણી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુન્હો નોધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુત્રોના બતાબ્યા પ્રમાણે આરોપીઓની પહોચ ઉંચી હોવાથી મૃતક દંપતીએ સ્થાનિક પોલીસ પર તેમના મરણ બાદ યોગ્ય કાર્યવાહી નહી થાય તેવુંમાની મહેસાણામાં આવી આત્મહત્યા કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે મહેસાણા પોલીસે પણ આરોપીઓને ગણતરીના સમયમાં જડપીપાડવા ફરિયાદ બાદ વાયુવેગે તપાસ હાથ ધરી છે. 2 મહિનાની રઝળપાટ દરમિયાન જમીન દલાલોની ધમકીઓ અને સ્થાનિક ઓળખાણો વચ્ચે ન્યાય મળવો અશક્ય જણાતાં આ પગલુ ભર્યું છે. બી ડિવિજન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर