શામળાજીઃ કોટ બન્યો અવરોધ,દિવાલ કુદીને જવા બન્યા મજબૂર

A
Updated: January 1, 1970, 5:30 AM IST
શામળાજીઃ કોટ બન્યો અવરોધ,દિવાલ કુદીને જવા બન્યા મજબૂર
મોડાસાઃશામળાજી પોલીસ સ્ટેશનની દીવાલ 40 પરિવારો માટે અવરોધ રૂપ બની છે. અહી રહેતા 40 જેટલા પરિવારોને આ કોટ કુદીને જવું પડે છે. જેથી બાળકો,વિદ્યાર્થીઓ,વૃધ્ધો મહિલાઓ ભારે પરેશાની વેઠવી પડે છે.દીવાલની બંને બાજુ નાની નિસરણી મૂકી દીવાલ કુદી જવું પડે છે.શામળાજી ખાતે બે વર્ષ અગાઉ બનાવાયેલ નવા પોલીસ સ્ટેશન અને તેની ફરતે કોટમા ગામના વણઝરી ફળિયાનો એક માત્ર રસ્તો બંધ થઈ જતા લોકો મુશ્કેલી ભોગવી રહયા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
મોડાસાઃશામળાજી પોલીસ સ્ટેશનની દીવાલ 40 પરિવારો માટે અવરોધ રૂપ બની છે. અહી રહેતા 40 જેટલા પરિવારોને આ કોટ કુદીને જવું પડે છે. જેથી બાળકો,વિદ્યાર્થીઓ,વૃધ્ધો મહિલાઓ ભારે પરેશાની વેઠવી પડે છે.દીવાલની બંને બાજુ નાની નિસરણી મૂકી દીવાલ કુદી જવું પડે છે.શામળાજી ખાતે બે વર્ષ અગાઉ બનાવાયેલ નવા પોલીસ સ્ટેશન અને તેની ફરતે કોટમા ગામના વણઝરી ફળિયાનો એક માત્ર રસ્તો બંધ થઈ જતા લોકો મુશ્કેલી ભોગવી રહયા છે. avroddh banyo kot1 શામળાજી ખાતે આવેલા વણજરી વિસ્તારમાં ૪૦ ઘરો આવેલા છે આ ઘરોના 200 થી વધુ લોકો માટે વર્ષોથી શામળાજી ખાતે આવવા જવા માટે રસ્તો બનાવાયેલો હતો.જે રસ્તે થઇ આ વીસ્તારના લોકો અવર જવર કરતા હતા.પરંતુ શામળાજી ખાતે બે વર્ષ અગાઉ નવ નિર્મિત પોલીસ સ્ટેશનમા આ રસ્તો બંધ કરી કોટ બનાવી દેવામાં આવ્યો છે. જેના કારણે આ વિસ્તારના લોકો ને હાલ શામળાજી આવવા જવા માટે પોલીસ સ્ટેશનનો કોટ કુદીને અવર જવર કરવી પડી રહી છે. જેથી આ લોકો પરેશાન થઇ ગયા છે શરૂઆતમાં થોડાક દિવસો કોટ કુદીને રસ્તો ઓળંગ્યા બાદ હવે ન છુટકે લોકો એ આ સ્થળે નાની નિસરણી મૂકી છે.અને જેના દ્વારા ફળીની મહિલાઓ ,બાળકો તેમજ વડીલો કોટ ઉપર થઈ અવર જવર કરે છે.શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ દરરોજ પોલીસ સ્ટેશનની દીવાલ ચડીને શાળાએ જવું પડે છે.અને કેટલીય વાર બાળકો દીવાલ પરથી નીચે પડીને ઘાયલ થયાની ઘટના બનવા પામી છે. તેઓએ આ માટે સ્થાનિકો દ્વારા ધારાસભ્ય ડોક્ટર અનિલભાઈ જોષીયારા ને અને જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરી છે પણ તેમ છતાં આજે બે વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં પણ લોકોની આ સમસ્યા નો અંત આવ્યો નથી અને આજે પણ કોટ કુદી ને જવું પડી રહ્યું છે.
First published: February 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर