સાબરાકાંઠા SPની NHAIને નોટિસ, 'ખરાબ રસ્તાને કારણે અકસ્માત સર્જાશે તો ગુનો નોંધીશ'

ખખડધજ રોડના કારણે અકસ્માતમાં મોત થયું તો પોલીસ 304 મુજબ ગુનો નોંધશે, તાજેતરમાંજ અકસ્માતના કારણે 3 મોત થયા હતા.

News18 Gujarati
Updated: September 6, 2019, 1:32 PM IST
સાબરાકાંઠા SPની NHAIને નોટિસ, 'ખરાબ રસ્તાને કારણે અકસ્માત સર્જાશે તો ગુનો નોંધીશ'
સાબરકાંઠામાથી પસાર થતાં ખખડધજ મુંબઈ-દિલ્હી નેશનલ હાઇવેની તસવીર
News18 Gujarati
Updated: September 6, 2019, 1:32 PM IST
ઈશાન પરમાર, સાબરકાંઠા : સાબરકાંઠાના ખખડધજ નેશનલ હાઇવેથી ખફા થયેલા જિલ્લા પોલીસ વડા(SP)એ નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા ( NHAI) સામે ગુનો નોંધવાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા પોલીસ વડા ચૈતન્ય રવિન્દ્ર મંડલીકે એક નોટિસ મોકલીને NHAIને જાણ કરી છે કે જો ખખડધજ રસ્તાના કારણે અકસ્માતે કોઈનું મોત થયું તો પોલીસ આઈ.પી.સીની કલમ 304 મુજબ ગુનો નોંધશે,જેથી વહેલી તકે માર્ગનું સમારકામ કરવું. સાબરકાંઠામાંથી પસાર થતાં મુંબઈ-દિલ્હી હાઇવેનું સિક્સ લેનનું કામ શરૂ હોવાથી અનેક જગ્યાએ રોડને એક તરફી કરેલો છે, જ્યારે માર્ગમાં અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે.

હકીકતમાં સાબરકાંઠામાં નેશનલ હાઇવેનું સમારકામ શરૂ છે. આ હાઇવેમાં ખાડાઓના કારણે ઘણી વાર નાના મોટા પંક્ચર થવાનું ઘટના ઘટે છે. જિલ્લા પોલીસ વડાએ નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે ખરાબ રસ્તાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ન થાય તે માટે ખાડાઓનું સમારકામ ત્વરીત કરાવવું.

આ પણ વાંચો :  ટ્રાફિકના નવા નિયમો અંગે ટેક્સી ચાલકોની વ્યથા, 'દંડ ભરવો કે ઘર ચલાવવું?'

ઉલ્લેખનીય છે કે અગાઉ આ હાઇવે બીસ્માર હોવાના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. આ અકસ્માતનો ભોગ બનનારા કેટલાક લોકોના મોત પણ થયા છે ત્યારે સરકાર પહેલાં પોલીસ હરકતમાં આવી ગઈ છે અને નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા સામે લાલ આંખ કરી છે.

જિલ્લા પોલીસ વડાએ નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા સામે લાલ આંખ કરી છે.


તાજેતરમાંજ ત્રણનાં મોત થયા હતા
Loading...

નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાજેતરમાંજ 16મી ઑગસ્ટના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં બલુમ ડેકોર નામની ફેક્ટરી સામે એક ગંભીર અકસ્માત થયો હતો. માર્ગના ખાડાઓને કારણે થયેલા અકસ્માતમાં ત્રણનાં મોત થયા હતા.

જિલ્લા પોલીસ વડા ચૈતન્ય રવિન્દ્ર મંડલીક


નેશનલ હાઇવેને આપેલી સૂચના

  • ખાડઓનું સત્વરે સમારકામ કરવું.

  • જે જગ્યાએ ડાયવર્ઝન આપેલા છે અથવા તો એક તરફી માર્ગ કરેલો છે, ત્યાં

  • સૂચના સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવા હૉર્ડિંગ મુકવા.

  • રોડના કિનારે મૂકેલા પીલર પર ઉચી ગુણત્તાનું રેડિયમ લગાડવું.

  • આ કારણોસર અકસ્માતનો ગંભીર ગુનો NHAIની નિષ્કાળજીના કારણે બનશે.

  • તો ભારતીય દંડ સંહિતાની કલમ 370 મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવાની ફરજ પડશે.


 
First published: September 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...