ઇડરીયાગઢને ‘ગ્રીનગઢ’ બનાવવા યુવાનોએ ઉપાડ્યું મિશન

અત્યારે સુધીમાં 5000 જેટલા સીડ બોલ બનાવ્યા છે. ચોમાસુ આવે ત્યાં સુધીમાં 15000 જેટલા સીડ બોલ બનાવવાનો અમારો ટાર્ગેટ છે: હિરેન પંચાલ

News18 Gujarati
Updated: June 4, 2019, 1:30 PM IST
ઇડરીયાગઢને ‘ગ્રીનગઢ’ બનાવવા યુવાનોએ ઉપાડ્યું મિશન
મિશન ગ્રીડ ઇડર અતંર્ગત સીડ બોલ બનાવતા પ્રકૃતિપ્રેમીઓ
News18 Gujarati
Updated: June 4, 2019, 1:30 PM IST
વિજયસિંહ પરમાર

અમદાવાદ: ઉનાળો આવે ત્યારે એક સમાચાર અચૂક આવે છે કે, સૌથી વધારે તાપમાન ઇડરમાં નોંધાયું. જળવાયું પરિવર્તનને કારણે ધરતી અગનગોળો બની રહી હોય ત્યારે યુવાનો પોતાનો સ્વધર્મ સમજી ધરતીને બચાવવા માટે કેવુ કામ કરી શકાય તે જોવું હોય તો ઇડર જવું પડે.

ઇડરનાં પ્રકૃતિને સમર્પિત યુવાનોએ ઇડરને હરીયાળું બનવવાનું બીડુ ઝપડ્યું છે અને તેને મિશન ગ્રીન ઇડર એવું નામ આપ્યું છે. હિરેન પંચાલ અને તેમના 25થી વધુ સાથી મિત્રો દ્વારા ઇડરીયા ગઢને કેવી રીતે હરીયાળો બનાવવો તેને એક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે અને તેની પુરજોશમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે.

હાલ આ ટીમ દ્વારા સીડ બોલ બનાવવામાં આવી રહ્યા છે જેમાં કાળી માટી અને છાણીયા ખાતરનાં મિશ્રણ સાથે અલગ-અલગ વૃક્ષોનાં બીજ (સીડ)નાં બોલ બનાવવામાં આવે છે.

હિરેન પંચાલે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, અત્યારે સુધીમાં અમે 5000 જેટલા સીડ બોલ બનાવી દીધા છે અને ચોમાસુ આવે ત્યાં સુધીમાં 15000 જેટલા સીડ બોલ બનાવવાનો અમારો ટાર્ગેટ છે,”.

“એક વખત વરસાદ આવ્યા પછી અમે આ સીડબોલને ઇડરીયાગઢમાં વાવીશું. સાથે સાથે 1000 વૃક્ષો વાવવાનું પણ આયોજન છે. અમારો એક જ ઉદ્દેશ્યુ છે કે, ઇડરીયાગઢનાં હરીયાળો કરવો. થોડા સમય પહેલા ઇડરડીયા ગઢમાં ચાલતા માઇનીંગને બંધ કરાવવા માટે અમે લડત કરી હતી. આ લડતમાં સફળતા મળી. હવે આ ગઢને ગ્રીન બનાવવો છે,” હિરેન પંચાલે તેમની ટીમનાં મિશન વિશે જણાવ્યું.
Loading...

તેમણ કહ્યું કે, તેમના આ કાર્યમાં લોકો ખુબ સહકાર આપી રહ્યા છે. “જ્યારે જ્યારે અમારી ટીમનું શ્રમદાનનું આયોજન હોય ત્યારે હોટલ મધુવનનાં માલિક કિરીટ પટેલ ભોજનની વ્યવસ્થા કરે છે. ટીમ વર્કનાં અંતે સમૂહ ભોજનનો આનંદ માણીને સૌ મિત્રોએ કુદરતનાં ખોળે જીવન જીવી લીધાનો આનંદ મેળવીએ છીએ. કેટલાક મિત્રો સીડ બોલ બનાવવાની રીત અંગે પૂછતાં હોય છે. એટલે અમે એક એક વિડીયો પણ ફેસબૂક પર પોસ્ટ કર્યો છે,” તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું.

હિરેન પંચાલે જણાવ્યું કે, ગુજરાતનાં ખૂણે-ખૂણે કુદરતને પ્રેમ કરતા લોકો વધે અને આ પ્રવૃતિ કરતા થાય તે જરૂરી છે. જો કોઇને આ કામ વિશે માહિતી મેળવવી હોય તો અમનને +917574927169 પર સંપર્ક કરી શકે છે.
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...