સાબરકાંઠાઃ ડુગરીમાં વીજ પોલ પાસેથી પસાર થતા યુવકનું કરંટ લાગતા મોત

News18 Gujarati
Updated: August 12, 2019, 12:33 PM IST
સાબરકાંઠાઃ ડુગરીમાં વીજ પોલ પાસેથી પસાર થતા યુવકનું કરંટ લાગતા મોત
પ્રતિકાત્મક તસવીર

આજે વહેલી સવારે પોતાના ઘર આગળથી પસાર થતાં હતા ત્યારે નજીક આવેલા વીજળીના થાંભલામાંથી પસાર થતી વીજળીના કારણે તેને કરંટ લાગ્યો હતો.

  • Share this:
ઇશાન પરમાર, સાબરકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઠેકઠેકાણે વીજ કરંટ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સાબરકાંઠાના તલોદમાં બન્યો છે. જ્યાં ઘર આગળ આવેલા વીજ પોલ પાસેથી પસાર થતાં જ કરંટ લાગ્યો હતો. જેના પગલે તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે મેહુલસિંહ અરવિંદસિંહ પરમાર સાબરકાંઠાના તલોદ તાલુકાના ડુંગરી ગામમાં રહે છે. તેઓ આજે વહેલી સવારે પોતાના ઘર આગળથી પસાર થતાં હતા ત્યારે નજીક આવેલા વીજળીના થાંભલામાંથી પસાર થતી વીજળીના કારણે તેને કરંટ લાગ્યો હતો.

કરંટ લાગવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સાથે સાથે આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને તલોદ પોલીસ ઘટના સ્થળે આવીને મેહુલસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તલોદ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશખબર, નર્મદાથી તળાવો અને ડેમ ભરવાનું શરૂ

પરમાર પરિવારનો જુવાનજોધ યુવાનઅકાળે મોતને ભેટવાથી પરિવારમાં માતમ છવાયો હતો. અને આ ઘટનાના પગલે લોકો પણ એકઠાં થયા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરતના પુણામાં નાલંદા સ્કૂલ પાસે પ્રભુદર્શન સોસાયટીમાં રહેતી કાજલ વિનભાઇ ચાવડા મૂળ ઘનશ્યામનગર, સાવરકુંડલા અમેરીલની હેવાશી ઘર નજીકના જરીના કારખાનામાં નોકરકી કરતી હતી. કાજલને એક ભાઇ અને બહેનછે. તેણીના પિતા મજૂરી કામ કરે છે.આ પણ વાંચોઃ-12 ઇંચ વરસાદથી બેહાલ થયું કડી, ઘરવખરી પાણીમાં તરી

ગત 28 જૂન 2019 શુક્રવારે બપોરે 12-10 વાગ્યાના અરસામાં કાજલ પિતરાઇ બહેન આશા સાથે જરીના કારખાનેથી ઘરે જમવા જવા નીકળી હતી. દરમિયાન કારગીલ ચોક પાસે નરદેવ સાગર સોસાયટીના નાકે આવેલા ડીજીવીસીએલના વીજ પોલ પાસેથી પસાર થતી વેળા તેણ કાળનો કોળઇયો બની ગઇ હતી.
First published: August 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading