હિંમતનગર: 15 વર્ષથી વિરાવાડા ગામમાં પાણીની પારાયણ, જાણો - કેવી છે સ્થિતિ

News18 Gujarati
Updated: March 23, 2018, 4:08 PM IST
હિંમતનગર: 15 વર્ષથી વિરાવાડા ગામમાં પાણીની પારાયણ, જાણો - કેવી છે સ્થિતિ

  • Share this:
ગરમીની શરૂઆત થતા જ પાણીની પારાયણ ચાલુ થઈ ગઈ છે ત્યાં જ હિંમતનગરથી 15 કીમી દુર આવેલ વિરાવાડામાં છેલ્લા 10 થી 15 વર્ષથી પાણીનો વણ ઉકેલ્યો પ્રશ્ન છે. પાણીના માટલાઓ સાથે દુર દુર સુધી ચાલ્યા બાદ મળે છે પાણી.

ઉનાળાની હજી તો માંડ શરૂઆત જ થઇ છે ત્યાજ પાણી પાણીની બુમો ઉઠી છે. હિંમતનગરથી માત્ર 15 કીમી દુર આવેલા અને માત્ર 3 હજારથી વધુ વસ્તી ધરાવતા વિરાવાડા ગામમાં છેલ્લા 15 વર્ષથી પાણીની પારાયણ ઉકેલાઈ નથી. ઘણા સરપંચ આવ્યા અને બદલાઈ પણ ગયા, પણ પાણીની સમસ્યા ઠેર ની ઠેર જ રહી છે. આ ગામ ખેતી અને પશુપાલનનાં વ્યવસાય ઉપર નભે છે. જેથી પાણીની સમસ્યાથી ત્રસ્ત ગામની મહિલાઓ માટે એક મોટો સવાલ એ છે કે પાણી પોતે પીવે કે પશુઓને પીવડાવે.

એક, બે નહી પણ ત્રણ ત્રણ કિલોમીટર સુધી ચાલી ચાલીને ગામના સરપંચ, સભ્યો સહિત મહિલાઓએ પાણી ભરવા જવુ પડે છે ત્યારે અમુક વાર તો મહિલાઓ વચ્ચે પાણી યુધ્ધ પણ છેડાઇ જાય છે. 15 વર્ષથી પાણીની સમસ્યાથી પીડાતા લોકોએ અનેક વાર રજુઆતો કરી તેમ છતા કોઇ નિવેડો ન આવતા હવે જલ્દીથી જલ્દી પાણીની આ પારાયણનું નિરાકરણ આવેત તેવુ ઇચ્છી રહ્યા છે.

તો બીજી બાજુ પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર જિલ્લાના 676 ગામોને જુદી-જુદી યોજનાઓથી આવરી લેતા આ વર્ષે પાણીની કોઇ તકલીફ નહી થાય તેવુ જણાવી રહ્યા છે.

છેલ્લા 15 વર્ષથી પાણીથી ત્રસ્ત થયેલા વિરાવાડા ગામના લોકોને પાણીની આ સમસ્યાથી ક્યારે છુટકારો મળશે એ તો આવનાર સમય જ બતાવશે.

સ્ટોરી - ઇશાન પરમાર
First published: March 23, 2018
વધુ વાંચો
अगली ख़बर