ખેડબ્રહ્મા : સંતાનોના લગ્ન થાય તે પહેલા જ વેવાઈ વેવાણે પ્રેમસંબંધમાં કર્યો આપઘાત

News18 Gujarati
Updated: June 10, 2020, 8:47 AM IST
ખેડબ્રહ્મા : સંતાનોના લગ્ન થાય તે પહેલા જ વેવાઈ વેવાણે પ્રેમસંબંધમાં કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

ખેડબ્રહ્મા તાલુકાનાં દિઘીયા ગામની સીમમાંથી બંન્નેની એક જ સાડલે લટકેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે.

  • Share this:
ખેડબ્રહ્મા : થોડા મહિનાઓ પહેલા જ સુરતનાં વેવાઈ વેવાણનો પ્રેમ સંબંધ આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે હવે ખેડબ્રહ્મામાં સંતાનોનાં લગ્ન થાય તે પહેલા જ બંન્નેએ બેવાર ઘરેથી ભાગી ગયા હતાં અને મંગળવારે બંન્નેએ આપઘાત કરી લીધો છે. ખેડબ્રહ્મા તાલુકાનાં દિઘીયા ગામની સીમમાંથી બંન્નેની એક જ સાડલે લટકેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. જે બાદ ખેડબ્રહ્મા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, વડાલીના થેરાસણા ગામના 45 વર્ષનાં જ્યંતીભાઇ મોહનભાઇ ઠાકરડાના લગ્ન વડાલીના રામપુર વાસણામાં થયા હતા. આ દંપતીને સંતાનમાં બે દીકરીઓ છે. જ્યંતીભાઇની દીકરીનું સગપણ થેરાસણામાં રહેતા કચરાભાઇ ભીખાભાઇ ઠાકરડાના પુત્ર સાથે કર્યું હતું. દરમિયાન જયંતીભાઈ અને 40 વર્ષનાં વેવાણ જાગૃતિબેન વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. આ બંન્ને દોઢ મહિનામાં બે વાર ભાગી ગયા હતાં. એક મહિના પહેલા બંન્ને જણ ત્રણ દિવસ માટે ભાગી ગયા હતા જે બાદ બે-ત્રણ દિવસમાં પરત ફર્યા હતા. જ્યારે 7 જૂને પણ ભાગી ગયા હતાં. જે બાદ 9 જૂન એટલે મંગળવારે જયંતીભાઇ અને જાગૃત્તિબેનની ખેડબ્રહ્માના દિધીયા ગામની સીમમાં એક ઝાડ પર ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો - ગુજરાત BJP જૂન મહિનામાં 500 વર્ચ્યુઅલ બેઠક,સભા,અને રેલીઓ કરી દેશમાં નવો વિક્રમ સર્જશે

આ સમાચાર મળતાની સાથે બંન્ને પરિવારના લોકો ત્યાં આવી ગયા હતાં. પોલીસે બંન્નેનાં મૃતદેહોને પીએમ માટે સિવિલ ખેડબ્રહ્મામાં લઇ જઇ જવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં પ્રસરતા લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. હાલ આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ જુઓ - 
First published: June 10, 2020, 8:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading