ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને

 • Share this:
  મહિલાઓ માટે કીચનનો મુખ્ય સામાન હોય તો એ શાકભાજી છે અને શાકભાજીના ભાવ અત્યારે પહોચ્યા છે આસમાને. ગરમીની શરૂઆત થતાં જ હવે લીલા શાકભાજી ના ભાવમાં વધારો થવા લાગ્યો છે, તો સામે ગૃહિણીઓનુ પણ હાલ તો બજેટ ખોરવાઈ ગયુ છે, જોઈએ એક અહેવાલ..

  મોંધવારી મોંધવારી મોંઘવારી જ્યા જોવો ત્યા લોકોને મોંઘવારી નડી રહી છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુ હોય કે જમવા માટેની શાકભાજી હોય. હજી તો ગરમીની શરૂઆત જ થઈ છે અને સાથે જ શાકભાજીના ભાવમાં વધારો થવા લાગ્યો છે. સાબરકાંઠા જીલ્લો આમ તો શાકભાજીનું ઉત્પાદન સારા પ્રમાણમાં કરે છે અને સાબરકાંઠાથી મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને દીલ્હીમાં પણ શાકભાજીની નિકાસ કરે છે. પરંતુ હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં બમણાં જેવો ઉછાળો હોલસેલ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. તો વળી સ્થાનિક બજારમાં પણ શાકભાજી હવે મોંઘી બની ગઇ છે અને ગૃહીણીઓ અને ઘર ચલાવનારા પુરુષો પણ પોતાની કમાણી પર કાતર ફેરવતી આ મોંઘવારી થી પરેશાન થઇ ગયા છે અને રોજીંદી જરૂરીયાત એવી શાકભાજીને લઇને ખીસ્સા પર ભારણ વધવા લાગ્યુ છે.

  ગૃહીણી સ્નેહલબેન પટેલે જણાવ્યું કે, શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે અને જેને લઈને અફવાડીમાં એક જ વાર શાકભાજી લાવીએ છીએ અને બજેટ પણ ખોરવાઈ ગયુ છે.

  સ્થાનિક ઉષાબેને કહ્યું કે, શાકભાજીના ભાવ વધી ગયા છે તો અમારે આટલા પગારમાં કઈ રીતે પુરુ કરવાનુ 40નુ પાંચસો શાકભાજી મળે છે, જે શાકનો ભાવ પહેલા 20 થી 30 હતો એ ભાવ હાલ 80 થી 100 છે અમને પોષાય તેમ નથી.

  આમ તો ઉનાળાની શરૂઆતને લઇને પાણીની ખેંચ ઉભી થતી હોય છે આમ સિંચાઇની અસરને લઇને પણ શાકભાજીના ઉત્પાદનમાં અસર પહોંચે છે. તો સામે શાકભાજીનુ ઉત્પાદન પણ ઉનાળામાં પાણીની ખેંચને લઇને ઘટવાને લઇને અસમાનતા પેદા થવાથી શાકભાજીના ભાવોમાં પણ ઉછાળો સર્જાયો છે. તો હોસલેલ માર્કેટ પણ મોંઘુ બન્યુ છે અને તેમાં પણ પ્રતિ વિસ કીલોએ મોંટા ભાગની શાકભાજી આઠસોથી બારસો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. જે શાકભાજી પહેલા 20 રૂપિયામાં મળતી હતી તે હાલ તો વધી 80 થી 100 રૂપિયા થઈ ગઈ છે અને ગૃહિણીઓને આ ભાવ વધારો પોષાય તેમ નથી જેને લઈને શાકભાજી પણ બનાવવાની બંધ કરવી પડે તેવી પરિસ્થિતી તો હાલ ઉભી થઈ છે.

  માર્કેટયાર્ડ વહેપારી હનિફભાઈએ જણાવ્યું કે, ગરમીની સિઝન શરુ થતા જ નવી શાકભાજીના ભાવ વધી ગયા છે. જીની શાકભાજીમાં પણ સુધારો થયો છે. અગામી સમયમાં પણ ભાવ વધારો થાય તેવી શક્યતાઓ છે.

  તો વળી ગૃહીણીઓએ આ ભાવ વધારો હજુ પણ વધુ સહન કરવો પડી શકે તેમ છે આવનાર દિવસોમાં આનાથી પણ વધુ ભાવ થઈ શકે છે તેવુ વેપારીઓ માની રહ્યા છે. જેને લઈને હાલ તો તમામ લોકોના ખીચ્ચાનુ બજેટ ખોરવાઈ ગયુ છે અને તમામ રીતે મોધવારીનો સામનો કરવો પડી રહ્યો છે.

  સ્ટોરી - ઈશાન પરમાર
  Published by:Mujahid Tunvar
  First published: