Home /News /north-gujarat /હિંમતનગર રેપ કેસઃ બે વર્ષની બાળકીને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી

હિંમતનગર રેપ કેસઃ બે વર્ષની બાળકીને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી

ગામલોકોએ ફેક્ટરી બહાર પાર્ક કરેલી ગાડીઓમાં આગ લગાડી દીધી હતી.

હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલ ઢુંઢર ભાવપુર ગામમાંથી શુક્રવારે એક નાની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.

    ઈશાન પરમાર, સાબરકાંઠા

    હિંમતનગરઃ હિંમતનગરના ઢુંઢર ભાવપુર પાસે બે વર્ષની બાળકી પર ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકે દુષ્કર્મ કર્યાનો ધ્રૃણાસ્પદ બનાવ શુક્રવારે બન્યો હતો. આ અંગેની જાણ ગામલોકોને થતાં લોકોએ ઉશ્કેરાઇને ફેક્ટરીમાં તોડફોડ કરી હતી. ફેક્ટરી ખાતે કાર અને એક મોટર સાઈકલમાં આગચંપી પણ કરી હતી. બે વર્ષની બાળકીને સારવાર માટે શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

    શું હતો બનાવ?

    હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલ ઢુંઢર ભાવપુર ગામમાંથી શુક્રવારે એક નાની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા બાળકી નજીકના ખેતરમાં મળી આવી હતી. પોલીસને બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું લાગતા તેને સારવાર માટે ગાંભોઈ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવી હતી. બાળકીની તબીયત વધુ નાજુક લાગતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવી છે..

    રોષે ભરાયેલા લોકોએ કરી તોડફોડ

    આ ઘટનાની જાણ થતા ગામ લોકો રોષે ભરાયા હતા અને આરોપી જે સિરામિક ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં તોડફોડ કરી હતી. કારખાના બહાર ર્ક કરેલી ત્રણથી વધુ કાર એક બાઇક અને અંદર આવેલા મકાનોમાં પણ આગ ચાંપી દીધી હતી.

    ટોળાએ ગાંભોઈથી તલોલ જતા રોડ પર પણ ચક્કાજામ કરીને બંધ કરી દીધો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ બળ પ્રયોગ કરીને ટોળાંને વિખેરી રસ્તો ફરી ખુલ્લો કરાવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ahmedabad Civil, Himmatnagar, છોકરી, બળાત્કાર, હોસ્પિટલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन