
હિંમતનગરઃ સાબરકાંઠાના તલોદમાં વહેપારી મંડળે આજથી ત્રણ દિવસ માટે બંધ પાડ્યો છે.શહેરના મુખ્ય રસ્તાઓ પર દબાણને લઇને ત્રણ દીવસનુ બંધનુ એલાન જાહેર કર્યુ છે. તો આજે તમામ વેપારીઓએ પાલિકા પહેચીને પાલીકાના દબાણ પ્રત્યેની નિરસતા સામે રોષ દાખવીને પાલીકાના સત્તાધીશો સામે સુત્રોચ્ચાર કર્યા હતાં અને હોબાડો મચાવ્યો હતો.