Viral Video: સાબરકાંઠામાં રસ્તા પર વાઘ ફરતો દેખાયો? વન-વિભાગે શરૂ કરી તપાસ

Viral Video: સાબરકાંઠામાં રસ્તા પર વાઘ ફરતો દેખાયો? વન-વિભાગે શરૂ કરી તપાસ
પંદરેક દિવસ પહેલા વાઘણ અને તેનુ બચ્ચુ ઇડર વિસ્તારમાં દેખાયાની પણ ચર્ચાએ જોર પકડ્યુ છે.

પંદરેક દિવસ પહેલા વાઘણ અને તેનુ બચ્ચુ ઇડર વિસ્તારમાં દેખાયાની પણ ચર્ચાએ જોર પકડ્યુ છે.

  • Share this:
    સાબરકાંઠા : જિલ્લાના ઈડર અને હિંમતનગર વિસ્તારમાં વાઘ (Tiger) દેખાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. હિંમતનગરના રાયગઢ અને હુંજ પંથકમાં વાઘ ફરી રહ્યો હોય તેવો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેના કારણે સામાન્ય લોકોમાં ભયનો માહોલ છવાયો છે જ્યારે વન્ય પ્રેમીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે, પંદરેક દિવસ પહેલા વાઘણ અને તેનુ બચ્ચુ ઇડર વિસ્તારમાં દેખાયાની પણ ચર્ચાએ જોર પકડ્યુ છે. જોકે, આ વાયરલ વીડિયોની ન્યૂઝ18ગુજરાતી પુષ્ટિ કરતુ નથી.

    તો બીજી તરફ ઇડરના વસાઇ અને‌ જુમસરમાં પણ વાઘ જોવા મળ્યાની લોક મુખે ચર્ચાઓ થઇ રહી છે. ઇડરના‌ જીવદયા પ્રેમીઓએ પણ આ વિસ્તારમાં વાઘ‌ હોવાની પુષ્ટિ કરી છે. માદા વાઘણ અને તેનુ બચ્ચુ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.



    આ અંગે ડીએફઓએ જણાવ્યું કે, વીડિયોમાં જ્યાં વાઘ દેખાઇ રહ્યો છે તે સ્થળ પર કેમેરા લગાવવામાં આવશે. અમે હાલમાં જ્યાં વાઘ દેખાયો તે સ્થળની આસપાસ છીએ. થોડા વર્ષો પહેલા અહીં વાઘ દેખાયો હતો.

    વીડિયો જુઓ - 

    વન્યપ્રેમી, ભીખભાઇ સાથે ન્યૂઝ18ગુજરાતીએ વાત કરી તો તેમણે જણાવ્યું કે, જો આ વિસ્તારમાં વાઘ દેખાયો હોય તો ગુજરાત માટે ગૌરવની વાત છે. આ પહેલા પણ આ વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો. જેનું મોત થયાનું પણ બહાર આવ્યું હતું. જો આ વાઘ માઇગ્રેન્ટ થઇને અન્ય વિસ્તારમાંથી આવ્યો હોય તો ગુજરાત સરકાર અને વન્ય વિભાગે પણ તાત્કાલિક પગલા લેવા જોઇએ.

    આ પણ વાંચો- સુરત : શહેરમાં Coronaનું સંક્રમણ અટકાવવા નવતર પ્રયોગ, આ બોર્ડ જ્યાં જોવા મળે ત્યાં સાવધાની રાખો
    Published by:Kaushal Pancholi
    First published:August 01, 2020, 11:42 am

    ટૉપ ન્યૂઝ