સાબરકાંઠા : ડમ્પરની ટક્કર વાગતા કારમાં આગ લાગી, ત્રણ વ્યક્તિ બળીને ખાખ

News18 Gujarati
Updated: February 29, 2020, 9:37 AM IST
સાબરકાંઠા : ડમ્પરની ટક્કર વાગતા કારમાં આગ લાગી, ત્રણ વ્યક્તિ બળીને ખાખ
કારને ટક્કર વાગતા આગ લાગી હતી.

કારમાં આગ લાગતા તેમાં સવાર ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે.

  • Share this:
સાબરકાંઠા : તલોદનાં તાજપુર કેમ્પ પાસે ગઇકાલે મોડી રાતે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. તાજપુર કેમ્પ પાસે ડમ્પરની કારને ટક્કર વાગી હતી જેનાથી કારમાં આગ લાગતા તેમાં સવાર ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. હાલ પોલીસે મૃતકોની ઓળખવિધિ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, ગઇકાલે એટલે શુક્રવારે રાતે બાર વાગ્યાની આસપાસ ડમ્પરે કારને ટક્કર મારતા કાર ફંગોળાઇ ગઇ હતી. જે બાદ કારમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ તેમાં સવાર ત્રણ લોકો આગને કારણે બળીને ભડથું થઇ ગયા હતાં. જેના કારણે સ્થાનિક લોકોમાં વાયુ વેગે વાત પ્રસરતા ઘટના સ્થળે ભીડ જામી હતી. આ અંગે સ્થાનિક પોલીસે આવીને તપાસ હાથ ધરી છે. આ કારમાં બળીને ભડથું થયેલા લોકોની હાલ પોલીસે ઓળખ વિધિની કામગીરી હાથ ધરી છે. ભડથું થયેલા ત્રણેય મૃતદેહોને તલોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ખેડૂતો માટે માઠા સમાચાર : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે કમોસમી વરસાદની આગાહી

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા ઉદયપુર પાસે ટીડી હોસ્પિટલનાં પાટીયા નજીક પરીક્ષા આપવા જતા હિંમતનગરનાં યુવાનોની કાર કન્ટેનરમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે 3 યુવાનોનાં મોત નિપજ્યા હતા. મોડી રાત્રે ઉદયપુર નજીક કન્ટેનરમાં કાર ઘૂસતા ઘટનાસ્થળે જ 3ના જીવ ગયા હતાં. તેમના મૃતદેહોને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. કારમાં સવાર એક ઈજાગ્રસ્ત યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડાયો હતો. હિંમતનગરના માનવ બ્રહ્મભટ્ટ, અશોક દેસાઇ અને દર્શિલ પટેલ તેમજ અન્ય એક યુવાન રાજસ્થાન પરીક્ષા આપવા માટે ગયા હતા. કન્ટેનરમાં તેમની કાર ઘૂસતા ત્રણેયના મોત થયા હતા.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 29, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading