ઈડર : કોરોનાની દહેશત વચ્ચે ડુંગર પર ત્યજી દેવાયેલી નવજાત મળી આવી

News18 Gujarati
Updated: March 27, 2020, 10:54 AM IST
ઈડર : કોરોનાની દહેશત વચ્ચે ડુંગર પર ત્યજી દેવાયેલી નવજાત મળી આવી
ઈડરના ગોલવાડા ગામની ઘટના, જન્મતાની સાથે જ ત્યજી દેવાયેલી બાળકીનો જીવ બચાવી લેવાયો

ઈડરના ગોલવાડા ગામની ઘટના, જન્મતાની સાથે જ ત્યજી દેવાયેલી બાળકીનો જીવ બચાવી લેવાયો

  • Share this:
ઈશાન પરમાર, સાબરકાંઠા : એક તરફ સમગ્ર ગુજરાત સહીત દેશમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે 17 લોકોનાં જીવ ગયા છે ત્યારે ઉત્તર ગુજરાતના ઈડરમાંથી એક અમાનવીય ઘટના સામે આવી છે. ઈડરના ગોલવાડા ગામે ડુંગર પરથી નવજાત બાળકી મળી આવતા હાહાકર મચી ગયો છે. કોરોના વાયરસની દહેશત વચ્ચે એક નિષ્ઠુર માતા તેની નવજાતને મરવા માટે છોડી ગઈ હતી પરંતુ કુદરતની ગતિ ન્યારી છે. રડતી બાળકીનો અવાજ સાંભળતાની સાથે જ સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા અને આ નવજાતને બચાવી લેવાઈ હતી.

ઈડર ના ગોલવાડા ગામની સીમમાં ડુંગર ના અંદરના ભાગે ત્યાથી પસાર થયેલ એક વ્યક્તિ એ રડવાનો અવાજ સાંભળ્યો અને એ વ્યક્તિ એ ત્યા જઈને જોયુ તો આશ્ચર્ય માં મુકાઈ ગયો..

એક ફુલ જેવી નાનકડી બાળકી જે ગાંડા બાવળ વચ્ચે રૂમાલમાં વીંટીને તરછોડાઈ હતી ત્યાર બાદ ગામના સરપંચ અને અગ્રણી ને જાણ કરતા લોકો ઘટના સ્થળે પહોચી પોલીસ અને 108 ને જાણ કરવામાં આવી હતી..

રામ રાખે તેને કોણ ચાખે એમ આ બાળકી ના ભાગ્યમાં કંઈ બીજુ જ લખાયેલ હશે કે આ બાળકીને જંગલી જાનવર કે કુતરા ન લઈ ગયા અને સીધી જ 108 લઈ ગઈ અને બાળકીને બચાવી લેવામાં આવી..

આ પણ વાંચો :  રાજ્યમાં ઠેરઠેર વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો પાયમાલ

108 ના મેનેજરે જયમિત પટેલે જણાવ્યુ કે સરપંચ દ્રારા 108માં જાણ કરવામાં આવી હતી અને ઈડર 108ના ભુમિબેન,અને પાઈલોટ ઈમ્તિયાઝભાઈ ગોલવાડા ગામે જઈ બાળકીને લઈને આવ્યા હતા.અને સી એચ સી ઈડર ખસેડાઈ હતી.આમ તો આ બાળકી હાલ તો સ્વસ્થ છે જીવતો બચી ગયો છે ત્યારે આ દિશામાં હવે પોલીસ પણ તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી કરશે..

આ પણ વાંચો :  Coranavirus : વૈજ્ઞાનિકોની ચેતવણી, લૉકડાઉનની છૂટછાટ covid-19નો બીજો રાઉન્ડ આણશે!

બાળકીને એમ્બ્યુલન્સ માટે ગોલવાડા ગામથી ઈડર સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવી છે. આ પ્રકારની ઘટનાઓના કારણે જ સરકારે 'બેટી બચાવો, બેટી પઢાવો' ના અભિયાન ચલાવવા પડે છે ત્યારે સમાજના કેટલાક લોકોની વરવી માનસિકતા આવી ઘટનાઓથી છતી થાય છે.

રાજકોટમાં પોલીસ બાળકીને બચાવી હતી

થોડા સમય પહેલાં રાજકોટમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી બાળકી મળી આવી હતી. આ બાળકીને મરવા માટે છોડી દેવામાં આવી હતી અને શ્વાન તેને મોઢામાં નાખી દોડી રહ્યો હતો ત્યારે તેને બચાવી લેવાઈ હતી. આ બાળકીને પોલીસે બચાવી હતી. પોલીસ કમિશનરે તેને અંબા નામ આપ્યું હતું અને અંતે તેને બાલાશ્રમ ગોંડલમાં ઉછેર માટે સોંપવામાં આવી હતી.
First published: March 27, 2020
વધુ વાંચો
अगली ख़बर