સાબરકાંઠાઃ એક જ નંબરના બે વાહનો દોડી રહ્યા છે, RTOની ભૂલના કારણે ચાલકો ચકરાવે ચડ્યા
News18 Gujarati Updated: September 24, 2019, 1:07 PM IST

ફાઇલ તસવીર
પ્રાંતિજ (prantij) તાલુકાના સોનાસણ ગામ રહેતા અમિતભાઈ પટેલ છેલ્લા ૩ મહિનાથી તેઓ હિંમતનગર (Himmatnagar) આર.ટી.ઓના ચક્કર ખાઈ રહ્યા છે.
- News18 Gujarati
- Last Updated: September 24, 2019, 1:07 PM IST
ઇશાન પરમાર, સાબરકાંઠાઃ સામાન્ય રીતે ફોર વ્હીલર ગાડીઓ અને ટુ વ્હીલર ગાડીઓના નંબરની સીરીજો અલગ અલગ હોય છે. જોકે સાબરકાંઠા આર.ટી.ઓ.નાં (RTO)તત્કાલીન અધિકારીઓને આની સમજ નહીં હોય કે કોઈ બીજા કારણોસર પણ ફોર વ્હીલરના નંબર ટુ વ્હીલરને ફાળવી દેવાયા છે. નવાઈની વાત એ છે કે એક જ નંબરના બે વાહનો જિલ્લામાં દોડી રહ્યા છે.
પ્રાંતિજ (prantij) તાલુકાના સોનાસણ ગામ રહેતા અમિતભાઈ પટેલ છેલ્લા ૩ મહિનાથી તેઓ હિંમતનગર (Himmatnagar) આર.ટી.ઓના ચક્કર ખાઈ રહ્યા છે. વર્ષ ૨૦૦૦ માં તેમણે ખેતી કામ માટે ટ્રેક્ટર ખરીદ્યુ હતું. આર.ટી.ઓ વિભાગે આ ટ્રેક્ટરને જી.જે.૦૯.ઈ.૫૮૯૨ નંબર ફાળવ્યો હતો. જોકે હાલમાં આ ટ્રેક્ટરનું રી-પાસીંગ કરવાનું આવ્યું ત્યારે તેઓ આર.ટી.ઓમાં જઈને ચોકી ગયા હતા. કેમકે તેમના ટ્રેક્ટરના નંબરનું હીરો પેશન નામની બાઈક (Panchmahal)પંચમહાલ જિલ્લામાં ફરી રહી છે.
આર.ટી.ઓના નિયમ (rules)પ્રમાણે ફોર વ્હીલર ગાડીના નંબરની સીરિઝ અને ટુ વ્હીલર નંબરની સીરિઝ અલગ હોય છે. ત્યારે આ ટ્રેક્ટર અને બાઈકનો નંબર એક જ કઈ રીતે ફાળવાયો એ મોટો સવાલ છે. ત્યારે સાબરકાંઠા આર.ટી.ઓ અધિકારીને આ બાબતે પૂછતાં તેમણે પંચમહાલ આર.ટી.ઓની ભૂલથી આ થયું હોવાનું જણાવ્યું હતું.આ પણ વાંચોઃ-બનાસકાંઠા : લક્ઝરી બસ સાથે બાઇકનો ગમખ્વાર અકસ્માત, ત્રણ સગા ભાઈઓનાં મોત
આર.ટી.ઓની ભૂલથી છેલ્લા ત્રણ માસથી અમિતભાઈ ચક્કરે ચડી ગયા છે. તો બીજી બાજુ બંને જિલ્લાની આર.ટી.ઓ ટીમના પાપે ટ્રેક્ટર ઘરજમાઈ પડી રહ્યું છે. બહાર જો તેઓ નીકળે તો ટ્રાફિક પોલીસની (traffic police) ધાક. ટ્રેક્ટર વેચવું છે પણ પણ નંબરના ડખા છે. ત્યારે હાલમાં આર.ટી.ઓએ તેમની હાલત જાયે તો જાયે કહા જેવી કરી દીધી છે.

Loading...