હિંમતનગરઃ યુવતીઓની છેડતી અટકાવવા બનાવાયાં અનોખાં ચશ્માં

News18 Gujarati
Updated: January 28, 2018, 4:24 PM IST
હિંમતનગરઃ યુવતીઓની છેડતી અટકાવવા બનાવાયાં અનોખાં ચશ્માં
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
હિંમતનગરઃ રોજબજરોજ યુવતીઓ પર થતા બળાત્કાર અને છેડતીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હિંમતનગરની સમર્થ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અનોખાં ચશ્માં બનાવવામાં આવ્યાં છે. જ્યારે કોઈ અન્ય વ્યક્તિ મહિલા પર હુમલો કે છેડતી કરવાની કોશિશ કરે તો તાત્કાલિક સેવ કરેલા નંબર પર એસએમએસ થઈ જાય છે.

વધુ વિગત જાણવા મુજબ, સાબરકાંઠાના હિંમતનગરની સમર્થ કોલેજ ખાતે દર વર્ષે વિવિધ પ્રકારના પ્રોજેક્ટ તૈયાર કરીને ઈનોવેટ નામનો કાર્યક્રમ યોજાય છે અને આમાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ વખતે 60 જેટલા અવનવા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ડીપર મોટર નામનો એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન ડીપર-લાઈટને લઈને અકસ્માત ન થાય અને અટકાવી શકાય એવી પદ્ધતિથી આ પ્રોજક્ટ બનાવાયો છે અને આમાં અંદર એલડીઆર સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહિલાઓ અને યુવતી પર થતા રેપ અને છેડતીના બનાવો અટકાવવા માટે પણ સ્માર્ટ ગ્લાસીસ નામનો પ્રોજેક્ટ બનાવાયો છે.

ભારતમાં ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ બળાત્કાર અને છેડતીનો ભોગ બનતી હોય છે. એને અટકાવતો એક સ્માર્ટ ગ્લાસીસ નામનો પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યો છે. એમાં જીપીએસ જીએસએમ ડિવાઈઝનો, આઈઆર સેન્સર અને માઈક્રોકન્ટ્રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપર ચશ્માંમાં એક સેન્સર ગોઠવવામાં આવ્યું છે, જે સામેવાળી વ્યક્તિને ડિટેક્ટ કરે છે અને જ્યારે હુમલો થાય કે તરત જ આ સ્માર્ટ ગ્લાસીસથી સીધો કોલ અને એસએમએસ લોકેશન સાથે જ જતો રહે છે અને બનાવની જગ્યા હોય ત્યાં તાત્કાલિક પહોંચીને બચાવ કરી શકાય છે. આમાંથી એક નહિ, પણ સેવ કરેલા 5 વ્યક્તિને કોલ અને મેસેજ થાય છે. આમાં એક વ્યક્તિ ના ઉપાડે તો અન્ય પણ કોલ રિસીવ કે મેસેજ વાંચી શકે છે.

આમ, આ પ્રકારના ગ્લાસીસ બજારમાં મૂકવામાં આવે તો ચોક્કસપણે યુવતીઓ કે મહિલાઓનું રક્ષણ થઈ શકે તેમ છે. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવા બનાવો પણ અટકાવી શકાય છે. આનાથી લુખ્ખાં તત્વો કોઈ મહિલાની છેડતી કરવા જતાં પહેલાં સો વખત વિચાર કરશે.
First published: January 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading