સાબરકાંઠાઃ મોડાસામાંથી અમૂલના શંકાસ્પદ નકલી ઘીના જથ્થા સાથે 2ની ધરપકડ

Sanjay Joshi | News18 Gujarati
Updated: January 7, 2018, 4:22 PM IST
સાબરકાંઠાઃ મોડાસામાંથી અમૂલના શંકાસ્પદ નકલી ઘીના જથ્થા સાથે 2ની ધરપકડ
સાબરકાંઠાઃ મોડાસામાંથી અમૂલના શંકાસ્પદ નકલી ઘીના જથ્થા સાથે 2ની ધરપકડ.

  • Share this:
સાબરકાંઠાઃ મોડાસાના મેઘરજ ચોકડી પાસેથી એસઓજી પોલીસે એક મારુતિ વાનમાં ભરી લવાતા અમૂલના માર્કાવાળા 500 ગ્રામના એક એવાં 113 પાઉચનો શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. અરવલ્લી એસઓજી પોલીસની ટીમ મોડાસાના મેઘરજ ચોકડી પાસે પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન એક મારુતિ વાન શંકાસ્પદ જણાતાં તપાસ અર્થે ઊભી રખાવી હતી. આ કારમાં પોલીસે તપાસ હાથ ધરાતાં એમાંથી અમૂલના માર્કાવાળા શંકાસ્પદ નકલી ઘીનાં 113 પાઉચ મળી આવ્યાં હતાં, જેના પર ભાવનગર ડેરી દ્વારા ઉત્પાદિત કરાયું અંગેનું લેબલ મારેલું હતું. પોલીસે આ શંકાસ્પદ નકલી ધીનો જથ્થો કબજે લઈ અધિકૃત ડેરીને ખરાઈ કરવા અંગે જાણ કરી છે. ઉપરાંત ઘીના નમૂના પરીક્ષણ માટે એફએસએલમાં પણ મોકલી આપ્યા છે .

પોલીસે આ ઘીનો જથ્થો લઈ આવતા બે શખસોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ ઘીના જથ્થા અંગે કોઈપણ જાતના બિલ કે આધાર પુરાવા નહીં મળતાં હાલ તો પોલીસે ઘીનો જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી રહી છે. જો આ જથ્થો પરીક્ષણમાં નકલી હોવાનું એફએસએલ અને સંબંધિત ડેરીના રિપોર્ટમાં જણાશે તો શંકાસ્પદ કામગીરીમાં ઝડપાયેલા બંને શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
First published: January 7, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading