પ્રાંતિજની નર્સનો ટિકટોક વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ થઇ

જિલ્લા કક્ષાનાં અધિકારીઓની તપાસ ટીમ બનાવીને 15 દિવસમાં તપાસ કરવાનાં આદેશ કર્યો છે.

News18 Gujarati
Updated: August 14, 2019, 7:56 AM IST
પ્રાંતિજની નર્સનો ટિકટોક વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ થઇ
નર્સ જૂહી શર્મા ચાલુ ફરજ દરમિયાન ટિકટોકનાં વીડિયો બનાવતી હતી.
News18 Gujarati
Updated: August 14, 2019, 7:56 AM IST
ઇશાન પરમાર, સાબરકાંઠા : થોડા દિવસો પહેલા પોલીસ બેડામાં ટિકટોકનો ફીવર ચઢ્યો હતો ત્યારે હવે નર્સનો ટિકટોક વીડિયો વાયરલ થતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પ્રાંતિજનાં મોયદ પીએચસીના સબસેન્ટર સલાલમાં કોમ્યુનીટી હેલ્થ સબસેન્ટર સલાલામાં કોમ્યુનિટી હેલ્થ ઓફીસર નર્સ જૂહી શર્મા ચાલુ ફરજ દરમિયાન ટિકટોકનાં વીડિયો બનાવતી હતી. પીએચસીના માધ્યમથી જિલ્લા આરોગ્ય અધિકારીને વીડીયો બાબતે જાણ કરવામાં આવ્યા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ વીડિયોની ચકાસણી બાદ મંગળવારે શિસ્તનુ પાલન ધોરણ ન જાળવવાને મામલે ફરજ મોકૂફ કરીને તપાસ કમિટી બનાવવાનો આદેશ કર્યો હતો.

15 દિવસમાં તપાસનાં આદેશ

આ નર્સે ચૌદ ભૂવનમાં રહેતી, ઉડણમાં આભ લેતી છોરુડાને ખમ્મા કહેતી માં મોગલ માડીના ગરબાની તર્જ પર ગરબા ગવડાવવા સહિત જોક્સ વગેરેના વીડીયો ઉતારી ટીકટોક પર વાયરલ કરવાનો શોખ ભારે પડ્યો છે. સમગ્ર પ્રકરણની તપાસ કરવા વહીવટી અધિકારી કેડી નિનામા અને ડીસ્ટ્રીક્ટ પબ્લીક હેલ્થ નર્સ સોનલબેન પરમારની તપાસ કમીટી બનાવવામાં આવી છે. જિલ્લા કક્ષાનાં અધિકારીઓની તપાસ ટીમ બનાવીને 15 દિવસમાં તપાસ કરવાનાં આદેશ કર્યો છે. આ તપાસમાં જો અન્ય કોઇની પણ મદદ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવનાનો આદેશ કર્યો છે.

નર્સ જૂહી શર્મા ચાલુ ફરજ દરમિયાન ટિકટોકનાં વીડિયો બનાવતી હતી.


સોશિયલ મીડિયામાં એક્ટીવ

નોંધનીય છે કે જૂહી શર્માના ટીકટોક એકાઉન્ટમાં 1226 ફોલોઅર છે. અત્યાર સુધીમાં તેણે 5645 લાઇક્સ મળી ચૂક્યા છે અને તેનુ પોતાનુ ફોલોઇંગ 1294નુ છે. મતલબ ટીકટોક ઇન્સ્ટાગ્રામ પર સક્રીય રહે છે.
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...