સાબરકાંઠામાં વિજય સંકલ્પ સંમેલન પહેલાં ભાજપના અગ્રણીના પુત્રની અટકાયત

News18 Gujarati
Updated: March 26, 2019, 4:30 PM IST
સાબરકાંઠામાં વિજય સંકલ્પ સંમેલન પહેલાં ભાજપના અગ્રણીના પુત્રની અટકાયત
સાબરકાંઠામાં ભાજપના અગ્રણીના પુત્રની અટકાયત

ભાજપના અગ્રણી સીસી શેઠના પુત્રની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતાં મામલો બિચક્યો હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સાબરકાંઠામાં આજે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલાં જ ભાજપના અગ્રણી સીસી શેઠના પુત્રની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતાં મામલો બિચક્યો હતો. આ અટકાયતને પગલે ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, આ પહેલાં જ સંમેલન સ્થળની નજીક આવેલા એક પેટ્રોલ પંપ પર સીસી શેઠના પુત્ર સાથે ઘર્ષણ થયું હતું. પેટ્રોલ પંપમાં પાર્કિંગ મામલે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

જે બાદ પોલીસે સીસી શેઠના પુત્રની અટકાયત કરી હતી. જેના પગલે ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતા. આટલું જ નહીં, પોલીસ અને ભાજપના અગ્રણીના પુત્ર વચ્ચે પણ ઘર્ષણ થયું હતું.આ પણ વાંચો: વડોદરાના વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માગણી કરાઇ, 7 સામે ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, હિંમતનગરમાં આજે વિજય સંકલ્પ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. હિંમતનગરમાં વૈશાલી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. ઉપરાંત હરિભાઇ ચૌધરી, ઉમેદવાર દિપસિંહ રાઠોડ, સ્થાનિક ધારાસભ્યો પણ સંમેલનમાં હાજર રહ્યાં હતાં. 
First published: March 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading