સાબરકાંઠાઃ PNDT એક્ટ ભંગ બદલ હિંમતનગર-ખેડબ્રહ્માની હોસ્પિટલોમાં સોનાગ્રાફી મશીન સીલ

News18 Gujarati
Updated: March 6, 2018, 8:38 PM IST
સાબરકાંઠાઃ PNDT એક્ટ ભંગ બદલ હિંમતનગર-ખેડબ્રહ્માની હોસ્પિટલોમાં સોનાગ્રાફી મશીન સીલ
સાબરકાંઠાઃ પી.એન.ડી.ટી. એક્ટ ભંગ બદલ હિંમતનગર-ખેડબ્રહ્માની હોસ્પિટલોમાં સોનાગ્રાફી મશીન સીલ કરાયાં (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: March 6, 2018, 8:38 PM IST
સાબરકાંઠાઃ રાજસ્થાનની પીએનડીટી અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હિંમતનગરની નવજીવન અને ખેડબ્રહ્માની પ્રગતિ હોસ્પિટલમાં પી.એન.ડી.ટી. એક્ટના ભંગ બદલ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યાં છે. કુલ બે ગાયનેક ડોક્ટરોનાં સોનોગ્રાફી મશીન સીલ કરાયાં છે.

મળતી વધુ વિગત મુજબ, હિંમતનગરની નવજીવન અને ખેડબ્રહ્માની પ્રગતિ હોસ્પિટલમાં છેલ્લે કેટલાક સમયથી પી.એન.ડી.ટી એક્ટનો ઉલ્લંઘન થઈ રહ્યું હતું. બાળકના જન્મ પહેલાં છોકરી છે કે છોકરો જાણવા માટે છેલ્લા કેટલાય સમયથી ડોક્ટરો સોનોગ્રાફી મશીનનો દુરુપયોગ કરી રહ્યા હતા. બાતમીને આધારે પોલીસે હિંમતનગર અને ખેડબ્રહ્માની હોસ્પિટલમાં તપાસ કરતાં સમગ્ર ઘટના બહાર આવી છે. હિંમતનગરની નવજીવન અને ખેડબ્રહ્માની પ્રગતિ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનો સીલ કરી ડોક્ટરો સામે આગળની કાર્યવાહી કરાઈ રહી છે.
First published: March 6, 2018
વધુ વાંચો
अगली ख़बर