સાબરકાંઠાઃ અસ્તિત્વની જંગ લડતો ઇડરીયો ગઢ, ઇડરગઢ બચાવો સમિતિએ અભિયાન છેડ્યું

ઇડરિયાગઢની ફાઈલ તસવીર

sabarkantha news, idariyo gadh: હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા આ ગઢ પર ખનીજ માફિયાઓએ અડ્ડો જમાવતા તેના અસ્તિત્વ પર જોખમ મંડરાયું છે. ઇડર અને આજુબાજુના વિસ્તારના લોકોએ ગઢ બચાવો સમિતિ હેઠળ વારંવાર આદોલનો કર્યા પરંતુ ગઢની ગરિમા સતત જોખમાતી રહી છે.

 • Share this:
  સમીર શુક્લ, અમદાવાદઃ સાબરકાંઠા (sabarkantha) જીલ્લાનું ઇડર (Ider). ઐતિહાસિક નગર. ઇડર ખાસ તો જાણીતું છે એના ગઢના લીધે. અજેય ગણાતા ઇડરનો ગઢ એ જીતનું પ્રતિક છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ગઢ અસ્તિત્વની જંગ લડી (battle of the stronghold) રહ્યો છે. હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા આ ગઢ પર ખનીજ માફિયાઓએ (Mineral mafias) અડ્ડો જમાવતા તેના અસ્તિત્વ પર જોખમ મંડરાયું છે. ઇડર અને આજુબાજુના વિસ્તારના લોકોએ ગઢ બચાવો સમિતિ હેઠળ વારંવાર આદોલનો (Movement) કર્યા પરંતુ ગઢની ગરિમા સતત જોખમાતી રહી છે.

  ખનન માફિયાઓનો કારણે ગઢની શિલાઓ વર્ષોથી ઘસાતી રહી છે. અત્યારસુધી એટલું ખોદકામ થયું છે કે લાખો મેટ્રીક ટન ખનીજ બારોબાર વેંચાઇ ગયું છે. એટલે હવે લડી લેવાના મૂડ સાથે ઇડરની સ્થાનિક જનતાએ હવે તંત્રની સામે અહિંસક આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. ઇડરગઢ એ સાબરકાંઠા નું અભિન્ન અંગ છે. ઇડરના નાગરિકોએ વહીવટી તંત્રને વારંવાર આવેદનપત્રો આપ્યા, રેલીઓ કાઢી, લેખિત અને મૌખિક રજૂઆતો કરીછતાં તંત્ર તરફથી કોઈ સારો પ્રતિસાદ ના મળતા હવે ઇડરગઢ બચાવો સમિતિએ અભિયાન છેડ્યું.

  ફ ઈડર ગઢ ઉપર ખનન પ્રવૃત્તિ માટે થઈ રહેલા બ્લાસ્ટને પગલે તળેટીમાં પથ્થર પડવાની પણ શરૂઆત થઇ છે. જોકે તંત્ર આ મામલે તદ્દન અજાણ હોય તેવો વર્તાવ છે. ઈડર ગઢ ઉપર શ્રીમદ રાજચંદ્ર થી લઈ રાજા વચ્છરાજ સુધી કેટલીયે જગ્યાઓ પૌરાણિક બની રહી છે. અમૂલ્ય વારસો ધરાવતી આ જગ્યા માટે કેટલાય પ્રવાસીઓ અને સહેલાણીઓ કુદરતી સૌંદર્ય સહિત પૌરાણિક ઝલક મેળવવા આવતા હોય છે, ત્યારે ખનન પ્રવૃત્તિના પગલે દિન-પ્રતિદિન વન્ય પ્રાણીઓ સહિત સ્થાનિક કક્ષાએ વસવાટ કરતા લોકોમાં પણ ગભરાટ ફેલાયો છે.

  આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 12 વર્ષના નાના ભાઈથી 16 વર્ષની બહેન બની ગર્ભવતી

  આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! કોન્ટ્રાક્ટરની પત્નીને પતિના મિત્રએ કેફી પીણું પીવડાવી ઉતાર્યા નગ્ન ફોટો અને વીડિયો, અઢી વર્ષ સુધી કર્યું યૌનશોષણ

  જો ઈડરિયો ગઢ બચાવવામાં નહીં આવે તો મહિલાઓ ભવિષ્યમાં કદાચ 'અમે ઇડરીયો ગઢ જીત્યા રે આનંદ ભર્યો'. લગ્નગીતો નહીં ગાઈ શકે. જે ઈડરિયો ગઢ જીતવાની તેઓ વાતો કરે છે એજ ગઢનું અસ્તિત્વ જો ભૂંસાઈ જાય તો પછી ગઢ જીતવાના ગીતો શું કામના. અમદાવાદથી 120 કિલોમીટર દુર આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું ઇડર.

  હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા આ ગઢ


  એક ઐતિહાસિક નગર છે. ભારતભરમાં જાણીતા આ નગરની જો કોઈ વિશિષ્ટ ઓળખ હોય તો તે છે એની શીલાઓ. પથ્થરની વિશાળ શીલાઓ વચ્ચે અડીખમ ઉભેલું શહેર એટલે ઇડર. ઉનાળામાં ધગધગતું શહેર એટલે ઇડર. સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ પ્રાચીન સ્થાપત્યો ધરાવતું શહેર એટલે ઇડર. વિશાળ શિલાઓના લીધે ઇડર અત્યાર સુધી અજેય એટલે કે જીતી નાં શકાય તેવું ગણાતું.

  આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

  સાબરકાંઠા જિલ્લાના અહીંના પ્રાચીન મંદિરો, ખંડેરો, મૂર્તિઓ, સુશોભિત વાવો, કૂંડ અને તળાવો આ બધાની સાક્ષી પૂરે છે. સાબરકાંઠા નો આ ગઢ હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલો છે. ઈડરીયા ગઢની ગિરીમાળાઓમાં પત્થરમાં કંડારાયેલી અદભૂત દુર્લભ શિલાઓ ચોંકાવનારી છે. આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર તળાવ, પવન પાવડીઓ, સર્પ આકારના પથ્થરો, મહેલની પાસે આવેલો પકોડી આકાર ધરાવતો પથ્થર તેમજ સનસેટ પોઇન્ટ જેવા સ્થળો આવેલા છે.

  આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

  સમુદ્રની સપાટીથી 195 મીટર એટલે કે 639 ફીટની ઉંચાઈએ આવેલ ઈડરના ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાળવીને બેઠા છે. ગઢની અંદર જ આવેલું ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાળ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે. તો રાજ મહેલ, મહાકાલી મંદિર, રૂઠી રાણીનું માળિયું, નવ ગજાપીર, પાંચ મુખી હનુમાનજી મંદિર સહીત અનેક પ્રાચીન મંદિરો અહી આવેલા છે.

  ઈલ્વ-દુર્ગ તરીકે ઓળખાતા ઇડરના નામનો ઈતિહાસ પણ અટપટો છે. કહેવાય છે કે અહી આવેલા પર્વત પર ઈલ્વા અને દુર્ગ નામની બે દુષ્ટાત્માઓ રહેતી. તેમના નમ પરથી ઈલ્વદુર્ગ નમ પડ્યું હતું. સંસ્કૃતમાં ઈલ્વનો અર્થ થાય છે કિલ્લો અને દુર્ગનો અર્થ થાય છે મુશ્કેલ. જે કિલ્લાને જીતવો અશક્ય હોય એ ઈલ્વદુર્ગ અને આ ઈલ્વ દુર્ગનું સમયાન્તરે અપભ્રંશ થયું ઇડર. એક લોકવાયકા પ્રમાણે ઈસ્વીસન ૨૭૪૨ પૂર્વે મહાભારત કાળમાં હસ્તિનાપુરમાં રાજા દુર્યોધન રાજ કરતા ત્યારે ઈલ્વ દુર્ગની ગાદી પર વેણી વચ્છરાજ રાજ કરતો.

  છેલ્લા કેટલાક સમયથી આ ગઢ અસ્તિત્વની જંગ લડી રહ્યો છે


  વેણી વચ્છરાજાનાં માતા જ્યારે સગર્ભા હતા ત્યારે ગરજ નામનો પક્ષીરાજ તેમને ઈડરના ડુંગરોમાં લાવેલો. અને અહી જ વેણી વચ્છરાજનો જન્મ થયેલો. મોટો થયા બાદ તેના વિવાહ એક નાગ કન્યા સાથે થયા હતા અને તેણે પાતાળલોકમાં સમાધિ લીધી હતી. એની યાદમાં આજે પણ વેણી વચ્છરાજ ડુંગર આવેલો છે. અહીના એક કુંડમાં હિમાલયમાં જ થતી ટાઢોળી નામની દુર્લભ વનસ્પતિ થાય છે.

  આ પ્રદેશ પર ભીલ, સિસોડિયા, રાઠોડ, રાવ, પરમાર, પઢિયાર, સોઢ અને બ્રાહ્મણ રાજાઓએ રાજ કર્યું છે. ઇડરે પોતાનો ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો આજ દિન સુધી સાચવી રાખ્યો હોય તેવું તેના સ્થાપત્યો પરથી જણાય છે. અહીંના પ્રાચીન મંદીરો, ખંડેરો, મૂર્તિઓ, સુશોભિત વાવો, કૂંડ અને તળાવો આ બધાની સાક્ષી પૂરે છે.

  ઇડરના નામનો ઇતિહાસ પણ ખુબ જ અટપટો છે એવું કહેવાય છે કે, વર્ષો પહેલાં અહીંયા પર્વતો પર બે દુષ્ટ આત્માઓ રહેતી હતી જેમનું નામ હતું ઇલ્વા અને દુર્ગ. તેથી લોકોએ એવું કહેવાનું ચાલું કર્યું કે અહીં ડર છે. એટલે અહીં ડરને અભ્રંશ કરી નાખતા આજે આ શહેર ઇડર નામથી પ્રખ્યાત છે. ત્યારે હવે જરૂરી છે સમગ્ર ભારત વર્ષમાં અજય ગણાતો ઈડર ગઢ માલેતુજાર લોકોના હાથે પરાજિત ના થાય. ​
  Published by:ankit patel
  First published: