Home /News /north-gujarat /સાબરકાંઠા: પરિવર્તન કે પુનરાવર્તન? ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

સાબરકાંઠા: પરિવર્તન કે પુનરાવર્તન? ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર અને બીજેપી ઉમેદવાર દિપસીંહ રાઠોડ (ફાઇલ ફોટો)

ભાજપે દિપસીંહ રાઠોડને રિપીટ કર્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હોવાથી આ વખતની ચૂંટણી ખૂબ જ રસાકસી રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે

  ન્યૂઝ18 ગુજરાતી: હવેના મતદારો વચનોની માયાજાળમાં આવ્યા વિના નિર્ણય કરતા થઈ ગયા હોવાથી હાલના તબક્કે એટલું જ કહી શકાય કે સાબરકાંઠા બેઠક પર પરિવર્તનનો પવન ફુંકાશે કે પુનરાવર્તન થશે તે અંગે અનેક રાજકીય પંડિતો પોતાની રીતે આગાહી કરી રહ્યા છે. આખરે નિર્ણય તો મતદાતાઓ જ કરશે

  સાબરકાંઠા બેઠકમાં ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, ભિલોડા માલપુર અને મેઘરજ અલ્પવિકસીત હોવાને કારણે મોટાભાગના મતદારો વર્ષોથી કોગ્રેંસની વિચારધારાવાળા છે. બીજી તરફ ઈડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મતદારો ભાજપના પ્રભાવથી પ્રભાવિત હોવાને કારણે ભાજપના ઉમેદવારના વિજયી બનાવાની આશા વધુ છે.

  સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પાંચ વર્ષ અગાઉ કુલ મતદારો 16,12,165 હતા તેમાં પાચ વર્ષ બાદ 1,66,522 નવા મતદારો નોધાયા છે. આ નવા મતદારોમાં મુખ્યત્વે યુવા મતદારોનો સમાવેશ થાય છે. આ વખતે આ મતદારો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે ત્યારે ભાજપ અને કોગ્રેંસ તેમને પોતાની તરફે કરવા એડીચોટનું જોર લગાવી રહ્યું છે. વર્ષ 2006માં કેન્દ્રિય ચુંટણી પંચ દ્વારા નવું સીમાંકન જાહેર કરાયું ત્યારથી સાબરકાંઠાને સ્વતંત્ર બેઠક મળી છે. તે અગાઉ સાબરકાંઠા બેઠકના કેટલાક વિસ્તારો કપડવંજ બેઠકમાં હતા.


  શું છે મુખ્ય સમસ્યાઓ?
  ખેડૂતો, ખેતપેદાશના ભાવો, સિંચાઈ, આદિવાસીઓના પ્રશ્નો, રોજગારી અને ઉદ્યોગો આ વિસ્તારના મુખ્ય પ્રશ્નો રહ્યા છે.

  જાતિગત સમીકરણો:
  સાબરકાંઠા અને અરવલ્લીના મળી અંદાજે ૧૫ લાખથી વધુ મતદારો છે. મતદારો 'ખામ' થિયરી અને જ્ઞાાતિવાદના સમીકરણોની અસરોથી એટલા બધા અંજાઈ ગયા છે કે સ્થાનિક કે પ્રદેશ અને તાલુકા કક્ષાની ચૂંટણી હોય તો પણ તેમાં જ્ઞાાતિવાદ જરૂર હોય છે. અહીં ક્ષત્રિય અને આદિવાસી મતદારો પ્રભાવશાળી છે. લગભગ પાંચ લાખ મતદાતાઓ ક્ષત્રિય છે. આ કારણે જ બંને પક્ષોએ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી હોઈ, ચૂંટણી ખૂબ જ રસાકસી રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

  આ પણ વાંચો, બનાસકાંઠા : વિકાસ સાવ જ 'કાંઠે' અને રાજનીતિ 'કોઠે પડી' છે ત્યાં મતદારો કોને જીતાડશે?

  થોડા વર્ષ અગાઉ પાટીદાર અનામત આંદોલનને લઈ ભાજપની વોટબેંકનું ધોવાણ થતા તેની અસરો વિધાનસભાની ચુંટણીમાં જોવા મળી હતી. સાબરકાંઠા અને અરવલ્લીની મળી 7 બેઠકો પૈકી અરવલ્લીની ત્રણ અને સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક કોગ્રેંસ પાસે છે. જ્યારે પ્રાંતિજ, હિંમતનગર અને ઈડર બેઠક ભાજપ પાસે છે.

  સાંસદનું રિપોર્ટ કાર્ડ:
  દીપસિંહ રાઠોડનું પુનરાવર્તન ભલે થઇ રહ્યું હોઈ પરંતુ સાંસદ તરીકેની તેમની કામગીરી તેમના વિસ્તારના પ્રશ્નોને ઉકેલવાની નજરે જોઈએ તો બહુ ફળદાયી રહી નથી.

  કોની વચ્ચે છે જંગ?
  ભાજપે દિપસીંહ રાઠોડને રિપીટ કર્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હોવાથી આ વખતની ચૂંટણી ખૂબ જ રસાકસી રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

  અનુમાન:
  ક્ષત્રિય મતદારોનું વિભાજન થવાની સ્થિતિએ અન્ય મતદારો ઉપર બંને ઉમેદવારોએ નિર્ભર રહેવું પડશે. વળી, વિકાસનો મુદ્દો પણ મતદારો ઉપર પ્રભાવી રહી શકે તેમ છે. આ પરિસ્થિતિમાં ભલે દીપસિંહનું પલ્લું ભારે હોય તેમ છતાં તેમને પરિશ્રમ તો કરવો જ પડશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, North Gujarat lok sabha election 2019

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन