બનાસકાંઠામાં પત્ની પીડિત પતિની કહાની: પતિ પિયર લેવા ગયો, તો પત્નીએ બીજે લગ્ન કરી દીધા હતા

બનાસકાંઠામાં પત્ની પીડિત પતિની કહાની: પતિ પિયર લેવા ગયો, તો પત્નીએ બીજે લગ્ન કરી દીધા હતા
પ્રતીકાત્મક તસવીર

'આપણા છુટ્ટાછેડાં થઇ ગયેલાં છે અને હવે હું તમારા ઘરે ક્યારેય આવવાની નથી. મારા લગ્ન દિયોદર તાલુકાના છાપરા ગામના ભરતભાઇ મેધાભાઈ ચૌધરી સાથે થયા છે.'

  • Share this:
    દિયોદર (Diyodar) તાલુકાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના ફોરણા ગામની એક પરણીતા તેના પતિને જાણ કર્યા વગર જ તેના ડોક્યુમેન્ટ લઇને છૂટાછેડાના (fake Divorce) સ્ટેમ્પ બનાવી અન્ય શખ્સ સાથે જતી રહી છે. આ મામેલ પતિની જાણ બહાર છૂટાછેડાની નોટરી કરનાર એડવોકેટ, સાક્ષી, પત્ની અને તેને લઈ જનાર શખ્સ વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે (Diyodar police station) ગુનો દાખલ થયો છે.

    ત્રણ વર્ષ પહેલા થયા હતા લગ્ન



    આ અંગે મળતી માહિતી પ્રમાણે, દિયોદરના ફોરણા ગામની પરિણીતા 21 ડિસેમ્બરના રોજ પિયરમાં જવાનું કહીને ગઇ હતી. પત્ની તેના પતિની જાણ બહાર પતિના તમામ ડોક્યુમેન્ટ લઈ વકીલ મારફતે બોગસ દસ્તાવેજો બનાવીને છૂટાછેડા લઈ લીધા હતા. જે બાદ તેણે તેની જ જ્ઞાતિના અન્ય શખ્સ સાથે બીજા લગ્ન કરી દીધા હતા. ફોરણા ગામે રહેતા વિક્રમભાઈ રમાભાઇ ચૌધરીના લગ્ન ત્રણ વર્ષ પહેલા કાંકરેજ તાલુકાના ખોડા ગામે રહેતી મોંઘીબેન ચૌધરી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા.

    પિયર જવાનું કહીને પરિણીતા ગઇ હતી

    ફોરણા ગામના 27 વર્ષના યુવક વિક્રમભાઇ રમાભાઈ ચૌધરીના લગ્ન ત્રણેક વર્ષ અગાઉ સમાજના રીત રીવાજ મુજબ કાંકરેજના ખોડા ગામના કાળાભાઇ કાનજીભાઈ ચૌધરીની દીકરી મોંઘીબેન સાથે થયા હતા. મોંઘીબેન 21 ડિસેમ્બરના રોજ પોતાના પિયરે ગઇ હતી. આ દરમ્યાન વિક્રમભાઈ ચૌધરી બીજા દિવસે દિયોદર પોતાની પત્નીને મળ્યા હતા અને તેમને પૂછ્યું હતું કે, તું ક્યારે ઘરે આવે છે? જેના જવાબમાં મોંઘીબેને કહ્યું કે, આપણા છુટ્ટાછેડાં થઇ ગયેલાં છે અને હવે હું તમારા ઘરે ક્યારેય આવવાની નથી. મારા લગ્ન દિયોદર તાલુકાના છાપરા ગામના ભરતભાઇ મેધાભાઈ ચૌધરી સાથે થયા છે.

    અમદાવાદ: વહેલી સવારે ભીષણ આગ બાદ એક સાથે 8 દુકાનો આવી ચપેટમાં, માલસામાન બળીને ખાખ

    સામાજિક રીતે સમાધાન ન થયું 

    આ સાંભળીને પતિના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જે બાદ ઘરે જઇને પતિએ પોતાના પરિવારને આ આખી વાત જણાવી હતી. જે બાદ સામાજિક રીતે સમાધાન થઇ પત્ની પરત ફરે તે હેતુસર રાહ જોયા બાદ સમાધાન ન થતાં આખરે પતિએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

    રવિવારે સિંહ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ

    પતિએ આખરે કરી પોલીસ ફરિયાદ

    પત્નિએ પતિની ગેરહાજરીમાં તમામ ડોક્યુમેન્ટ મેળવી ગેરહાજરીમાં થરા ખાતે સ્ટેમ્પ પર છૂટાછેડાનો લેખ નોટરી કરાવી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પતિએ પત્ની, નોટરી, સાક્ષી અને પત્નીને લઈ જનાર વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.



    પોલીસ ફરિયાદ

    1 મોંઘીબેન કાળાભાઈ ચૌધરી રહે ખોડા તા.કાંકરેજ
    2 ભરત મેઘાભાઈ ચૌધરી છાપરા તા દિયોદર
    3 આર કે બારોટ એડવોકેટ થરા રૂની તા કાંકરેજ
    4 પ્રતાપભાઈ બી ઠાકોર ઢેકવાડી તા ભાભર
    Published by:Kaushal Pancholi
    First published:January 24, 2021, 10:09 am

    ટૉપ ન્યૂઝ