સાબરકાંઠામાં ખેડૂતો પાયમાલ, વરસાદથી કપાસ, મગફળી અને એરંડાના પાકને નુકસાન

News18 Gujarati
Updated: October 30, 2019, 2:33 PM IST
સાબરકાંઠામાં ખેડૂતો પાયમાલ, વરસાદથી કપાસ, મગફળી અને એરંડાના પાકને નુકસાન
મગફળીના તૈયાર પાક પર વરસાદ પડ્યો.

એક તરફ વરસાદથી પાકને નુકસાન થયું છે ત્યારે જ પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો નારાજ, સરકાર પાક વીમો ચુકવે તેવી માંગણી.

  • Share this:
ઇશાન પરમાર, સાબરકાંઠા : જીલ્લામાં વરસાદથી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતી ઉભી થઈ છે. ખેતરોમાં મોટાભાગના પાક તૈયાર છે ત્યારે વરસાદ પડતા ખેડૂતો પાયમાલ થયા છે. જિલ્લામાં પહેલા જ લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે ફરીથી વરસાદ પડતા કપાસ, મગફળી, એરંડા, શાકભાજી અને કઠોળના પાકને ખૂબ નુકસાન થયું છે.

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે સતત પડેલા વરસાદ વચ્ચે ખેડૂતોએ મહામહેનતે મગફળી, કપાસ, ડાંગર અને શાકભાજીનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ હાલની પરિસ્થિતિ કંઈક અલગ જ છે. મોંધીદાટ દવાઓ, બીયારણ, ખાતર ઉપરાંત દિવસ રાતની મહેનત પર વરસાદથી પાણી ફરી વળ્યું છે. પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે ખેડૂતે પાક તૈયાર કરવામાં જે ખર્ચ કર્યો છે તેનું પણ વળતર મળે તેમ નથી. પહેલા વરસાદે મગફળી બગાડી હતી, બીજા વરસાદે પણ મગફળીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોને હવે માંડ માંડ પાકનું 40 ટકા વળતર મળી શકે તેમ છે. બીજી તરફ વરસાદને કારણે ડાંગરનો પાક ઢળી પડ્યો છે.ધનસુરાના ખેડૂત ગણપત પટેલે જણાવ્યું કે, "આ વખતે તમામ પાક નષ્ટ થઈ ગયા છે. ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યુ છે. લીલા દુષ્કાળથી 50 ટકા પણ વળતર મળી શકે તેમ નથી."

સાબરકાંઠા જિલ્લામાં પહેલા વરસાદ ખેંચાયો હતો. જે બાદ રોપવામાં આવેલા કપાસના પાકમાં ઇયળોનો ઉપદ્રવ વધ્યો હતો. આથી ઇયળોના ઉપદ્રવ સામે ખેડૂતોએ મોંઘીદાટ દવાનો છંટકાવ કર્યો હતો. ઇયળોથી કપાસ ઉભો થયો તો વરસાદરૂપી આફત આવી હતી. સતત પડેલા વરસાદે કપાસના જીંડવા ખરી પડ્યા હતા અને કપાસ જમીન પર ઢળી ગયો હતો.

ખેડૂત જયંતિભાઈ પટેલે કપાસના પાકને થયેલા નુકસાન અંગે જણાવ્યું કે, "માંડ માંડ કપાસ ઉભો કર્યો હતો. ફરી વરસાદ આવતા મોટાપાયે નુકસાન થયું છે. વરસાદને કારણે કપાસ પલડી ગયો છે."

આ વર્ષે તમામ પાકોને ભારે વરસાદથી નુકસાન વેઠવું પડ્યું છે. બીજી તરફ ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવો પણ નથી મળી રહ્યા. હવે ખેડૂતો સરકાર પાક વીમો ચુકવે તેવી માંગણી કરી રહ્યા છે.
First published: October 30, 2019, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading