સાબરકાંઠા: તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોનાં મોત, પગ લપસી જતા બની ઘટના

News18 Gujarati
Updated: May 9, 2018, 12:51 PM IST
સાબરકાંઠા: તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોનાં મોત, પગ લપસી જતા બની ઘટના

  • Share this:
સાબરકાંઠા: તળાવમાં ડુબી જવાથી 3 બાળકોનાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.

ઘટનાની વિગત અનુસાર સાબરકાંઠાના કાણિયોલના કેશપુરા કંપાનો આ બનાવ છે. કે જ્યાં ક્રિકેટ રમીને પરત ફરી રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી. આ ત્રણેય બાળકોના પગ તળાવમાં લપસી જતા તેઓ ડુબી ગયા હતા. અને તેઓનું મોત નિપજ્યું હતું. હાલ તો સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

આમ એક જ ગામના 3 બાળકોનાં મોત થતાં પરિવાર સહિત ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

First published: May 9, 2018, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading