સાબરકાંઠા: સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકો ખુશખુશાલ

News18 Gujarati
Updated: April 27, 2019, 3:19 PM IST
સાબરકાંઠા: સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકો ખુશખુશાલ
સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકો ખુશખુશાલ

આજે મળેલી સાબર ડેરીની બોર્ડ મિટિંગમાં કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો

  • Share this:
ઇશાન પરમાર, સાબરકાંઠા: સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સાબરડેરી દ્વારા ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો કરાયો છે. આજે મળેલી સાબર ડેરીની બોર્ડ મિટિંગમાં કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.

એક મહિનામાં આ બીજી વાર દૂધના ભાવમાં વધારો કરાતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે-સાથે સાબર દાણમાં પણ 100 રૂપિયાનો વધારો કરાયો છે. કાચામાલનો ભાવ વધતાં આ નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, એક મહિનામાં આ બીજીવાર દૂધના ભાવમાં વધારો કરાયો છે. અગાઉ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરાયો હતો.

આ પણ વાંચો: મામાના ઘરે જવાની જીદે ચડ્યો વિદ્યાર્થી, જમીન ઉપર લખી આપી પરીક્ષા

નોંધનીય છે કે, સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના અંદાજે 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકો પ્રતિદિન સાબર ડેરીમાં અંદાજે 26.50 લાખ લિટર દૂધ મોકલે છે.
First published: April 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading