હિંમતનગર : સાબરકાંઠા (Sabarkantha)ના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સાબર ડેરી (Sabar Dairy)એ દૂધના ભાવમાં (Milk Procurement) વધારો કરતાં પશુપાલકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. સાબર ડેરીને મહત્વનો નિર્ણય લેતાં પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા ભેંસના દૂધ (Buffalo Milk) અને ગાયના દૂધ (Cow Milk)ના ભાવમાં વધારો કર્યો છે. આ નવા ભાવથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.50 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને લાભ મળશે.
સાબર ડેરીએ ભેંસના દૂધના ભાવમાં 20 રુપિયાનો અને ગાયના દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભેંસના દૂધના કિલો ફેટના 730 રૂપિયા અને ગાયના દૂધનાના કિલો ફેટના 310 રૂપિયા ભાવ કરવામાં આવ્યો છે. આ નવા ભાવ 21 માર્ચથી અમલમાં આવશે તેવું અમૂલ ડેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો, અમિત ચાવડાનો આક્ષેપ : BJPએ કૉંગ્રેસના ધારાસભ્યોને 65 કરોડમાં ખરીદ્યા
આગામી ઉનાળાનાં દિવસમાં
દૂધની આયાત ઓછી થાય છે તેવી સ્થિતિમાં પશુપાલકોને આર્થિક નુકસાન ન જાય અને અને તેમને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી સાબર ડેરીએ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, આ ભાવ વધારા સાથે પશુપાલકોને સૌથી વધુ ભાવ આપતી ડેરીઓમાં સાબર ડેરી શિખરે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સાબર ડેરીને નાણાકીય વર્ષ 2018-19માં 5211.14 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું.
આ પણ વાંચો, પાલનપુર : યુવક-યુવતીએ સ્કૂલ કેમ્પસમાં કરી આત્મહત્યા, પ્રેમ સંબંધ કારણભૂત