સાબરકાંઠાઃ EVM હટાવો લોકશાહી બચાવો ઝુંબેશ, રાષ્ટ્ર હિત રક્ષક પરિષદનું આયોજન

News18 Gujarati
Updated: July 12, 2018, 10:40 PM IST
સાબરકાંઠાઃ EVM હટાવો લોકશાહી બચાવો ઝુંબેશ, રાષ્ટ્ર હિત રક્ષક પરિષદનું આયોજન
News18 Gujarati
Updated: July 12, 2018, 10:40 PM IST
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે પ્રથમ વાર ઈવીએમ હટાવો લોકશાહી અને દેશ બચાવો ઝુબેશ હાથ ધરાઈ હતી, આ ઝુંબેશમાં ઇવીએમના ગેરફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની રાષ્ટ્ર હિત રક્ષક પરિષદનુ આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્ર હિત રક્ષક સમિતિનું કહેવું છે કે ભારતમાં સૌપ્રથમ બેલેટ પેપરથી મતદાનની પ્રથા અમલમાં હતી અને ત્યારબાદ છેલ્લા કેટલાક વર્ષોથી બેલેટ પેપરની જગ્યાએ ઈવીએમથી મતદાન પ્રથા શરૂ કરી છે, ઇવીએમ લાવવા પાછળનું હેતું ઝડપી મતગણતરી તથા પારદર્શક પ્રક્રિયા હોવાનો હતો. પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીના પરિણામો બાદ ઈવીએમ સાથે છેડછાડ કર્યાની ફરિયાદો ઉઠવા લાગી છે. જેના કારણે ઇવીએમ હટાવોની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

પૂર્વ મંત્રી દિનેશ પરમારનું કહેવું છે કે દેશમાં વપરાતા ઇવીએમના ઉપયોગ પર લોકો સહિત રાજકીય પાર્ટીને પણ શંકા છે. ઇવીએમ હેક કરીને ચૂંટણી જીતવી એ લોકશાહી પર ખતરા સમાન છે. અન્ય એક અગ્રણી સપ્તસુન મહારાજે કહ્યું કે અમે અનેક લોકો સાથે મુલાકાત કરી છે, તથા રાજકીય લોકોએ અમને ટેકો પણ કર્યો છે, અમે તમામ લોકોનો અવાજ ઉઠાવીશું અને લોકશાહી બચાવવા પ્રયાસ કરીશું.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...