અમદાવાદના ત્રણ શખ્સો 59 લાખની જુની નોટો બદલાવવા સાબરકાંઠા પહોચ્યા,ઝડપાયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 28, 2017, 4:36 PM IST
અમદાવાદના ત્રણ શખ્સો 59 લાખની જુની નોટો બદલાવવા સાબરકાંઠા પહોચ્યા,ઝડપાયા
અમદાવાદના ત્રણ શખ્શો સાબરકાંઠાના ખેડબ્રહ્મા તરફ નોટ બંધી દરમ્યાન બંધ થયેલી ચલણી નોટોના ૫૯ લાખની નોટો બદલવા આવતા શખ્શોને વડાલી પોલીસે ઝડપી પાડ્યા છે. બે કારો મારફતે તેઓ અમદાવાદ થી ખેડબ્ર્હમા તરફ જઇ રહ્યા હતા ત્યારે જ પોલીસે તેમને બાતમી ને આધારે વડાલી નજીક રોકીને તલાશી લઇ ઝડપી પાડ્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 28, 2017, 4:36 PM IST
અમદાવાદના ત્રણ શખ્શો સાબરકાંઠાના ખેડબ્રહ્મા તરફ નોટ બંધી દરમ્યાન બંધ થયેલી ચલણી નોટોના ૫૯ લાખની નોટો  બદલવા આવતા શખ્શોને વડાલી પોલીસે ઝડપી પાડ્યા છે. બે કારો મારફતે તેઓ અમદાવાદ થી ખેડબ્ર્હમા તરફ જઇ રહ્યા હતા ત્યારે જ પોલીસે તેમને બાતમી ને આધારે વડાલી નજીક રોકીને તલાશી લઇ ઝડપી પાડ્યા હતા.

અમદાવાદના ત્રણ શખ્શો બંધ નોટોને બદલવા માટે આવતા જ સાબરકાંઠાના વડાલીમાં પોલીસે ઝડપી લીધા હતા. અમદાવાદના ધોળકાનો એક  અને અમદાવાદ શહેર ના બે શખ્શો પોલીસે ઝડપી લીધા છે અમદાવાદ થી બે કારમાં સવાર થઇને ત્રણ શખ્સો આવ્યા હતા અને જેમાં પોલીસને એક કારની બાતમી મળી હતી અને એ બાતમી વાળી કારને રોકતા જ તેની પાછળ રહેલી કાર પણ ઉભી રહેતા જ પોલીસે બંને કારોને અટકાવી રાખીને તલાશી હાથ ધરતા જ એક કારમાંથી રોકડ રકમનો જંગી ઝથ્તો દેખાઇ આવ્યો હતો અને જેને લઇને પોલીસે બંધ ચલણી નોટોનો જથ્થો અને બંને કારો અને તેમાં સવાર ત્રણેય શખ્શોને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી હતી

પોલીસે બંને કાર અને ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી હતી અને જેમને પુછતાછ કરતા જ પોલીસને શખ્સો એ જણાવ્યુ હતુ કે તેઓ ની આ રકમ છે અને તેને બદલવા માટે આવ્યા હતા અને તેમને રોડ ઉપર જ એક શૈલેશ નામનો શખ્શ મળવાનો હતો અને તેની પાસેથી આ રકમ ને ચલણી નોટો સામે બદલવાની હતી. પોલીસે હવે આ શૈલેષ નામનો શખ્શ કોણ છે અને તે કેવી રીતે નોટોને બદલી આપે છે અને તે આવુ રેકેટ ક્યાર થી ચલાવે છે અને કેવી રીતે ચલાવે છે તે તમામ બાબતોના સવાલોને લઇને તેની શોધખોળ હાથ ધરી છેઅગાઉ પણ નોટબંધી વળી સાબરકાંઠામાં નોટ બદલવાનુ રેકેટ સામે આવ્યુ હતુ અને વધુએકવાર નોટબંધી માં પૈસા બદલવા માટે સાબરકાઠાનુ નામ આ ઘટનામા સામે આવતા હજુ પણ નોટબંધી બાદ નોટો બદલવાનુ રેકેટ ચાલુ જ હોવાનુ જાણે કે આ ઘટનાઓ સુર પુરી રહી છે

First published: April 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर