સાબરકાંઠાઃપ્રાતિજ પાસે માતેલા સાઢ જેવા ટ્રેલરે ત્રણ પદયાત્રીને કચડ્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 2, 2017, 10:50 AM IST
સાબરકાંઠાઃપ્રાતિજ પાસે માતેલા સાઢ જેવા ટ્રેલરે ત્રણ પદયાત્રીને કચડ્યા
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજના કાટવાડ પાટીયા નજીક આજે માતેલા સાંઢ જેવા ટ્રેલરે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પદયાત્રીઓની કચડી માર્યા છે. જ્યારે અન્ય ત્રણ પદયાત્રીઓને ઇજા થતા તેમને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 2, 2017, 10:50 AM IST
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજના કાટવાડ પાટીયા નજીક આજે માતેલા સાંઢ જેવા ટ્રેલરે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પદયાત્રીઓની કચડી માર્યા છે. જ્યારે અન્ય ત્રણ પદયાત્રીઓને ઇજા થતા તેમને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

rath

શામળાજીથી ચાલતા આ પદયાત્રી સંઘ ગાયત્રી માતાની જ્યોત લઇને પ્રાંતિજના પોગલુ ગામ તરફ જઇ રહ્યો હતો એ દરમ્યાન જ કાટવાડ નજીક એક ટ્રેલરે પદયાત્રી સંઘને ટક્કર મારી હતી. ટ્રેલર સંઘમાં રહેલા ટ્રેકટર અને સંઘના રથને અડફેટે લેતા સંઘમાં પદયાત્રાકરી રહેલા છ લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. જેમાંથી ત્રણ લોકોના મોતનિપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાને પગલેવિસ્તારમાં જાણે કરૂણ સ્થીતી સર્જાઇ હતી તો પ્રાંતિજ પોલીસે અકસ્માત નો ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે. 
First published: May 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर