પાવાપુરી પાપલીલા કેસ : જૈન મુનિએ સામે વધુ એક મહિલાએ શારીરિક છેડછાડનું નિવેદન આપ્યું

પાવાપુરી પાપલીલા કેસ : જૈન મુનિએ સામે વધુ એક મહિલાએ શારીરિક છેડછાડનું નિવેદન આપ્યું
જૈનાચાર્યો મ.સા. કલ્યાણસાગર અને રાજતિલકસાગર (રાજા મહારાજ ) ની ફાઇલ તસવીર

ઈડર-અંબાજી હાઈવે પર આવેલા પાવાપુરી પ્રકરણમાં વધુ એક નવો ફણગો ફૂટ્યો, પોલીસે કલમમાં ઉમેર્યો કર્યો

 • Share this:
  ઈશાન પરમાર, સાબરકાંઠા : ઈડરના પાવાપુરીમાં બે જૈન મુનિઓ સામે શારીરિક શોષણની ફરિયાદ બાદ ધાર્મિક અને સામાજિક માહોલ ગરમાયો છે. એક તરફ આ ફરિયાદના પગલે જૈન સમાજમાં રોષ છે તો બીજી તરફ આ કેસમાં રોજ રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. જૈન મુનિ દ્વારા કરવામાં આવેલા મહિલાના કથિત શોષણના વીડિયો અને તસવીરો બહાર આવ્યા બાદ વધુ એક મહિલા બહાર આવી છે અને તેણે જૈન મુનિના પાપાચાર સામે નિવેદન આપ્યું છે. પ્રાપ્ત અહેવાલો મુજબ વધુ એક મહિલાઓ જૈન મુનિ સામે શારીરિક છેડછાડનું નિવેદન આપ્યું છે. આ નિવેદન બાદ પોલીસે પોલીસે શારીરિક છેડછાડ અને બદઇરાદા ની કલમ નો ફરિયાદમાં ઉમેર્યો કર્યો છે.

  રૂપિયાનાં સોદાની ઓડિયો ક્લિપ વાયરલ  પીડિતા અને તેના પતિ સુરતથી ઈડર આવીને દુષ્કર્મ થયાની ફરીયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા. બાદમા અચાનક જ પીડિતાએ પલ્ટી મારીને પોલીસને એવુ નિવેદન આપ્યું કે તેની સાથે દુષ્કર્મ થયું નથી. જેને પગલે એવી ચર્ચા થઈ રહી છે કે, પીડિતા અને તેના પતિને 10 લાખથી વધુની રકમ આપી દેવાઈ છે. આ સોદાની લેતીદેતીની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  આ પણ વાંચો :  આણંદ: કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 15 ફાયર ફાઇટર ઘટના સ્થળે, કલાકો બાદ મેળવાયો કાબૂ

  પીડિતાએ નિવેદન ફેરવી દીધું

  જલમંદિરના જૈન મહારાજો દ્વારા પરિણીતાઓ સાથેના કથિત વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયોમાં જોવા મળેલી પીડિતાએ ઈડર પોલીસને નિવેદન આપ્યું હતું કે, ફરિયાદીએ તેને મોબાઈલ આપીને જૈન મહારાજોનો વ્યાભિચાર રેકોર્ડ કરવાની ગોઠવણ કરી આપી હતી. ફરિયાદીઓ દ્વારા તેને ધાકધમકી આપવામાં આવી હતી. જ્યાં સુધી મોબાઈલમાં વીડિયો ક્લિપ ન અપાય ત્યાં સુધી બાળકો તેમની પાસે રખાયા હતા.

  પીડિતાએ પોલીસ નિવેદનમાં જણાવ્યું છે કે ફરીયાદી આશિત દોશીએ તેમને પાવાપૂરીની મેનેજર અને તેના પતિને ટ્રસ્ટી બનાવવાની લાલચ આપી હતી.આ સંદર્ભમાં બંન્ને મહારાજાએ ઠરાવ પણ કર્યો હતો. બન્નેની સહી સાથેના પાવાપૂરી સમ્મેત શિખર તીર્થધામનો લેટરપેડ પણ સામે આવ્યો છે. પીડિતાનાં પતિને ટ્રસ્ટી તરીકે દર મહિને ૨૫ હજારનો પગાર આપવાનું પણ નક્કી કરાયુ હતું.

  આ પણ વાંચો :  સુરત : 20 વર્ષની યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા બ્રેઇન ડેડ થઈ, પરિવારે અંગદાન કરી 5 જિંદગીને આપ્યું નવજીવન

  તપાસની માંગણી

  સાબરકાંઠા જૈન સમાજનાં શ્રેષ્ઠીઓ, મહિલાઓએ પ્રાંત અધિકારીને, પોલીસ વડાને આવેદન પત્ર આપ્યું છે. જેમા બન્ને મહારાજ મ.સા. કલ્યાણસાગર અને રાજતિલકસાગર (રાજા મહારાજ ) તેમજ બીભત્સ વીડિયોમાં સામેલ ઈડર તાલુકાની પરંતુ હાલમાં સુરતમાં રહેતી મહિલા સામે તપાસની માંગણી છે. કેમકે આ મામલે તપાસ કરી રહેલી ઈડર પોલીસની ભૂમિકા સામે લોકોને પહેલેથી જ શંકા છે.
  Published by:Jay Mishra
  First published:June 28, 2020, 07:45 am

  ટૉપ ન્યૂઝ