ઇડરમાં આચાર્યએ 16 વિદ્યાર્થિનીઓને સોટીથી માર મારી ઉઠકબેઠક કરાવી, દારૂનાં નશામાં હોવાનો આક્ષેપ

News18 Gujarati
Updated: November 24, 2019, 2:10 PM IST
ઇડરમાં આચાર્યએ 16 વિદ્યાર્થિનીઓને સોટીથી માર મારી ઉઠકબેઠક કરાવી, દારૂનાં નશામાં હોવાનો આક્ષેપ
પ્રતિકાત્મક તસવીર

આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, શનિવારે દારૂનો નશો કરીને આવેલા આચાર્યે વિદ્યાર્થિનીઓને સોટીથી માર માર્યો.

  • Share this:
ઇડર : કડીયાદરા કેળવણી મંડળ સંચાલિત સી.કે.અજમેરામાં ગત શનિવારે ધોરણ 6ની વિદ્યાર્થિનીઓને આચાર્યએ માર મારતાં ઘણો હોબાળો થયો હતો. વાલીઓ અને વિદ્યાર્થિનીઓએ આ અંગેની કેળવણી મંડળને ફરિયાદ પણ કરી હતી. આ ફરિયાદમાં લેખિતમાં આક્ષેપ કરવામાં આવ્યાં હતાં કે, આચાર્ય સેંધાભાઇ એમ રબારીએ દારૂનાં નશામાં 16 વિદ્યાર્થિનીઓને માર માર્યો હતો અને તેમને 50-50 ઉઠક બેઠક પણ કરાવી હતી. જે બાદ તમામને સિવિલમાં સારવાર માટે લઇ જવાયા હતાં.

મળતી માહિતી પ્રમાણે કડીયાદરાની કેળવણી મંડળ સંચાલિત સી.કે. અજમેરા શાળામાં વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓએ આચાર્ય સેંધાભાઇ એમ. રબારી પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, શનિવારે દારૂનો નશો કરીને આવેલા આચાર્યે વિદ્યાર્થિનીઓને સોટીથી માર માર્યો. જે બાદ તે તમામ વિદ્યાર્થિનીઓને 50-50 ઉઠક બેઠક કરાવી હતી. તેઓ આવું વારંવાર કરે છે. વાલીઓએ ફરિયાદમાં આગળ લખ્યું છે કે, છોકરીઓને લાગે છે કે સાહેબ દારૂનું સેવન કરીને આવે છે.

આ પણ વાંચો : અમદાવાદમાં Flipkartનાં ડિલીવરી બોયની બાઇક અને 15 મોબાઇલ સાથેની બેગની ચોરી

વાલીઓએ લેખિતમાં ફરિયાદ કરી


આ અંગે આચાર્ય, સેંધાભાઇ. એમ. રબારીએ કહ્યું કે, 'ચાલુ ક્લાસમાં બધા ડાન્સ કરી શોરગુલ કરતા હોવાની એક છોકરાએ ફરિયાદ કરતા ક્લાસમાં તોફાન કરતા બાળકોને સોટી અડાડી હતી. તેમાં મારી ભાણી પણ હતી સંસ્થાને બદનામ કરવા ખોટા આક્ષેપ થઇ રહ્યા છે.

 
First published: November 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading