હિમ્મતનગર : જઘન્ય ઘટના! બાપે સગી દીકરી પર દુષ્કર્મ આચર્યુ, નરાધમની અટકાયત

પ્રતીકાત્મક તસવીર

પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ થયાના પગલે મહિલાએ પોતાના જ પતિ સામે ફરિયાદ કરતા પોલીસે પણ તાત્કાલિક ધોરણે આરોપીઓને અટકાયત કરી

 • Share this:
  ઈશાન પરમાર, સાબરકાંઠા : સાબરકાંઠાના હિંમતનગરમાં (Himmatnagar) બહાર આવી છે એવી ઘટના કે જ્યાં સગા બાપે સગીર પુત્રી (Father Raped Daughter) પર દુષ્કર્મ કરતા જિલ્લાભરમાં ખળભળાટ સર્જાયો છે સમાજ-જીવનમાં સંબંધો ઉપર થી ભરોસો ઊઠી જાય તેવી ઘટના બની છે હિંમતનગરમાં તો પોલીસે (Police) આરોપી પિતાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં બે પુત્રીઓ તેમજ 5 દીકરાના બાપે સગી દીકરી ઉપર દુષ્કર્મ ગુજારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જાયો છે. આ પરિવાર મૂળ તો રાજસ્થાનનું રહેવાસી છે અને હિંમતનગરમાં આવીને છેલ્લા છે વર્ષથી હિંમતનગરમાં રહે છે અને આ પરિવાર છુટક મજુરી કરી પોતાનુ ઘર ચલાવે છે.

  સાત સંતાનોની માતા મજૂરી કામ કરી ઘરના તમામ સભ્યોનું ભરણપોષણ કરતી હતી ત્યારે આરોપી છેલ્લા કેટલાય વર્ષોથી કોઈપણ કામકાજ કરતો ન હતો અને ઘરનો સમગ્ર બોજ માતા પર જ હતો. જોકે  સાત સંતાનોના પિતાએ પોતાની સૌથી મોટી દિકરીને એકલતાનો લાભ લઈ પોતાની હવસનો શિકાર બનાવી હતી.

  આ પણ વાંચો : સુરેન્દ્રનગર : મતદાન પહેલાં ઘાતકી હથિયારો સાથે ત્રણ શખ્સ ઝડપાયા, તમંચા, ગન પાવડર, છરા કબજે લેવાયા

  માતા જ્યારે મજુરી અર્થે ગઈ ત્યારે આ સમગ્ર ઘટના બની હતી તો આ સમગ્ર મામલે યુવતીની જનેતા એ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનને આપતા હવસખોર પીતાની અટકાયત કરાઈ છે.

  આ પણ વાંચો : ભરૂચ : BJPના ઉમેદવારની ચૂંટણી સભામાં અભિનેત્રીએ ઠુમકા લગાવ્યા, Video થયો Viral

  પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ થયાના પગલે પોતાના જ પતિ સામે ફરિયાદ કરતા પોલીસે પણ તાત્કાલિક ધોરણે આરોપીઓને અટકાયત કરી છે. હાલ તો પોલીસે આરોપીનો કોવિડ કેસ કરવા માટે હિંમતનગરની સિવિલ ખાતે લઈ જવાયો હતો અને બી ડીવીઝન પોલીસે હાલ તો વધુ પુછપરછ હાથ ધરી છે.

  એક તરફ સભ્ય સમાજની વાતો થઇ રહી છે તો બીજી તરફ સમાજને તાર તાર કરનારી આ ઘટના એ સમાજ-જીવનમાં થી જાણે કે સંબંધો લજવાયા હોય તેવો ઘાટ સર્જ્યો છે. તો પોલીસે પણ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ
  Published by:Jay Mishra
  First published: