ઈડરમાં 8 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો , વલસાડમાં હળવો વરસાદ
News18 Gujarati Updated: June 8, 2019, 11:58 AM IST

પ્રતિકાત્મક તસવીર
જૂન માસના મધ્યગાળા સુધીમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. જો કે હાલ બંગાળની ખાડીમાં ચોમાસુ સક્રિય થવાના કોઈ એંધાણ ન દેખાતા ચાલુ વર્ષે એક સપ્તાહ જેટલી મોડી ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે.
- News18 Gujarati
- Last Updated: June 8, 2019, 11:58 AM IST
ભરત પટેલ, ઇશાન પરમાર : રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી ભીષણ ગરમી પડી રહી છે . છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનાં હળવા ઝાપટાં પડી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં ઈડરે છેલ્લા 8 વર્ષનો ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે ત્યાં 45.2 ડીગ્રી તાપમાન નોધાયુ હતું. જ્યારે વલસાડ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. ત્યારે લોકોને ઠંડકનો અનુભવ થતાં રાહતની લાગણી અનુભવાઇ છે.
વલસાડમાં હળવો વરસાદ
વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી પલટો જોવા મળી રહ્યો છે. ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાતાવરણમાં ઠંડકને કારણે લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે. જોકે કેરીના પાકને નુકશાનની ભીતિ થી ખેડૂતોમાં ચિંતા છે.આ પણ વાંચો : કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વરસાદ, કેરળમાં ચોમાસાની આતુરતા
ઈડરમાં ગરમીનો પારો
ઉંચકાયો ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં તીવ્ર ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસામાં 45.1, પાલનપુર 42, વાવ 42, થરાદ 42, ભાભર 39, અમીરગઢ 41, અંબાજી 39, આબુરોડ 41, ઈડર 45.2, મહેસાણા 42, ઊંઝા 42, સિદ્ધપુર 42, પાટણ 42, મોડાસા 42, હિંમતનગર 42, ખેડબ્રહ્મા 42 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. ઈડરમાં આગામી 24 કલાક રેડ એલર્ટ યથાવત રહેશે. હવામાન વિભાગ સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જૂન માસના પ્રથમ સપ્તાહમાં કેરળ ખાતે ચોમાસાએ દસ્તક દેશે. જૂન માસના મધ્યગાળા સુધીમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. જો કે હાલ બંગાળની ખાડીમાં ચોમાસુ સક્રિય થવાના કોઈ એંધાણ ન દેખાતા ચાલુ વર્ષે એક સપ્તાહ જેટલી મોડી ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે.
વલસાડમાં હળવો વરસાદ
વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી પલટો જોવા મળી રહ્યો છે. ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાતાવરણમાં ઠંડકને કારણે લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે. જોકે કેરીના પાકને નુકશાનની ભીતિ થી ખેડૂતોમાં ચિંતા છે.આ પણ વાંચો : કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વરસાદ, કેરળમાં ચોમાસાની આતુરતા
ઈડરમાં ગરમીનો પારો
ઉંચકાયો ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં તીવ્ર ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસામાં 45.1, પાલનપુર 42, વાવ 42, થરાદ 42, ભાભર 39, અમીરગઢ 41, અંબાજી 39, આબુરોડ 41, ઈડર 45.2, મહેસાણા 42, ઊંઝા 42, સિદ્ધપુર 42, પાટણ 42, મોડાસા 42, હિંમતનગર 42, ખેડબ્રહ્મા 42 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. ઈડરમાં આગામી 24 કલાક રેડ એલર્ટ યથાવત રહેશે.
Loading...
Loading...