મોદી અને નેતન્યાહૂએ સાબરકાંઠાના વદરાડની લીધી મુલાકાત

સેન્ટરની મુલાકાતે મોદી અને નેતન્યાહૂ

આ સેન્ટર ભારત અને ઇઝરાયેલના કૃષિ ક્ષેત્રના પરસ્પર સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ.

 • Share this:
  સાબરકાંઠાઃ ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ સાથે પીએમ મોદી આજે સાબરકાંઠાના વદરાડની મુલાકાત લીધી હતી. અહીં સેન્ટર ફોર એક્સલન્સ ફોર વેજિટેબલની મુલાકાત કરી હતી. અહીંથી જ તેમણે ભુજના ખારેક પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સનું રિમોર્ટ કંટ્રોલથી લોકાર્પણ કર્યું હતું. બંને નેતાઓએ સેન્ટરની વિઝિટ કરી અહીં ઉગાડવામાં ધરુઓ નિહાળ્યા હતા.

  ચાંપતો સુરક્ષા બંદોબસ્ત

  બે દેશના પીએમની મુલાકાતને લઈને વદરાડનો એક કિલોમીટરનો વિસ્તાર ફેરવાયો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. સુરક્ષા માટે 1,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 3 ચેતક કમાન્ડો, 3 એસઆરપીની ટુકડી તૈનાત કરવામાં આવી છે. પર્વતીય વિસ્તાર, જંગલ વિસ્તાર અને ખેતરોમાં પણ પોલીસ પોઈન્ટ ગોઠવાયા છે.

  શું છે સેન્ટર ફોર એક્સલન્સ ફોર વેજિટેબલ?

  - આ સેન્ટર ભારત અને ઇઝરાયેલના કૃષિ ક્ષેત્રના પરસ્પર સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ.
  - 12 કરોડના ખર્ચે નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને બાગાયત ખાતે દ્વારા નિર્માણ.
  - 2000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, આધુનિક ખેતીની જાણકારી મળે છે.
  - આ કેન્દ્રમાં ઉચ્ચ ગુણવતાવાળા 50 લાખ ધરૂનું નિર્દશન કરવામાં આવ્યું છે.
  - વાયબ્રન્ટ સમિટ દરમિયાન ખેતીના વિકાસને લઈને ઇઝરાયેલ વચ્ચે થયા હતા કરાર.
  - પ્રોસેસ કરેલા ધરૂને કારણે ખેડૂતોનો પાક સારો થાય છે પરિણામે તેની આવક વધે છે
  - આ સેન્ટરની સ્થાપના વર્ષ 2013માં કરવામાં આવી હતી.
  - આ સેન્ટરમાં ભારતીય અને ઇઝરાયેલ ટેક્નોલોજીની આપ-લે પણ થાય છે.

  સેન્ટરની મુખ્ય કામગીરી

  આ સેન્ટરની મુખ્ય કામગીરી ખેડૂતોને રાહત દરે રોગમુક્ત ધરૂ પુરા પાડવા, સારા ઉત્પાદન માટે ગ્રીનહાઉસ તેમજ નેટહાઉસ અંગેની માહિતી પુરી પાડવી. ખેતી માટે જરૂર સુચનાઓ આપવી, શાકભાજી અને પાકો માટે ખેડૂતોને માહિતી મળી રહે તે માટે માહિતી પુરી પાડવી, ખેતી વિશે ખેડૂતોને ચોક્કસ સમજ આપવી વગેર છે.
  Published by:Vinod Zankhaliya
  First published: