Home /News /north-gujarat /

મોડાસાવાસીઓની હાલત 'પાડાના વાંકે પખાલીને દંડ' જેવી, ન.પા.નું દેવું 20 કરોડને પાર

મોડાસાવાસીઓની હાલત 'પાડાના વાંકે પખાલીને દંડ' જેવી, ન.પા.નું દેવું 20 કરોડને પાર

    મોડાસામાં નગરપાલિકાના પાપે રહિશોને છતે પાણીએ અછતનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.અહીનો એકમાત્ર માઝૂમ ડેમ છે જેમાંથી નાગરિકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે..પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે વર્ષોથી માઝૂમ ડેમમાંથી પાણી મેળવતી પાલિકાએ 20 વર્ષથી સિંચાઈ વિભાગને પાણીના નાણા ચૂકવ્યા નથી.જેના પરિણામે પાલિકાનું દેવુ 20 કરોડને આંબી ગયુ છે..નાણાની વસૂલાત માટે સિંચાઈ વિભાગે વારંવાર નોટિસ પાઠવી છે પરંતુ પાલિકાએ નાદારી નોંધાવી દીધી છે. ત્યારે હવે સિંચાઈ વિભાગે નાણા નહી મળે તો માઝૂમ ડેમમાંથી મોડાસાને પાણી આપવાનું બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

    મોડાસાની 80 હજારની વસ્તીને નગરપાલિકા 12 હજાર નળ કનેક્શન મારફતે પાણી પુરૂ પાડે છે. જે તે સમયે 1.50 પૈસા લેખે એક હજાર લિટર પાણી માઝૂમ ડેમમાંથી આપવાનું નક્કી થયુ હતુ. જેના આધારે લગભગ ચાર લાખથી વધુની કિંમતનું પાણી શહેરીજનોને માઝૂમ ડેમમાંથી આપવામાં આવે છે. સિંચાઈ વિભાગ દ્વારા દર વર્ષે બિલની માંગણી કરવામાં આવે છે. છતા 20 વર્ષ સુધી પાલિકાએ દેવુ નહી ચૂકવતા હવે નાદારીના આરે આવીને ઉભી છે..સિંચાઈ વિભાગ ટૂંકમાં પાણી આપવાનું બંધ કરી દેશે ત્યારે પાલિકાના પાપે મોડાસાવાસીઓને પાણી હોવા છતા અછતનો સામનો કરવો પડશે.આવા સંજોગોમાં સરકાર તરફથી માઝૂમ ડેમનું પાણી મેળવવા માટેનું જે દેવું છે તે માફ કરવામાં આવે તેવી વારંવાર રજુઆતો થઇ છે જો સરકાર આ નાણાં માફ કરે તો જ તેનો નિકાલ થાય તેમ છે.

    સિંચાઈ વિભાગની વારંવારની નોટિસોને પગલે નગરપાલિકા ધ્વારા ગત વર્ષના બીલમાં પાંચ લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા છે ગત વર્ષમાં ૫૬ લાખ રૂપિયાનું બીલ સિંચાઈ વિભાગ તરફથી પાલિકાને આપવામાં આવ્યું હતું.સાથે જ અગાઉના બીલ ચૂકવી આપવા જાણ કરવામાં આવી હતી.પરંતુ ૨૦ કરોડ જેટલી રક ચૂકવી શકાય તેમ ન હોઈ પાલિકાએ પાંચ લાખ ભરી દીધા હતા. આ અંગે નગર પાલિકા એ જણાવ્યું હતું કે ૨૦ કરોડ જેટલી રકમ ચૂકવવા પાલિકા સક્ષમ નથી .૧૨ હજાર નળ કનેકશનનો ૬૦૦ રૂપિયા જેટલો વાર્ષિક વેરો ૭૨ લાખ થાય છે.જેમાં ૬૦ ટકા થી વધુ વસુલાત થઇ શકતી નથી. ૯૦ લાખ દર વર્ષે લાઈટ બીલના ચૂકવવાના થાય છે. જ્યારે ૪૦ જેટલો ખર્ચ મોટર રીપેરીંગ, પાઈપો અને નિભાવ ખર્ચ થાય છે. આમ ૧.૩૦ કરોડ ના ખર્ચ સાથે ૫૦ લાખ પાણીના ચૂકવવાના થાય તો ૧.૮૦ કરોડ અંદાજ બેસે છે. તેની સામે આવક માત્ર ૬૦ લાખ જેટલી જ થઇ રહી છે. આવા સંજોગોમાં સરકાર તરફથી માઝૂમ ડેમનું પાણી મેળવવા માટેનું જે દેવું છે તે માફ કરવામાં આવે તેવી વારંવાર રજુઆતો થઇ છે જો સરકાર આ નાણાં માફ કરે તો જ તેનો નિકાલ થાય તેમ છે.

    મોડાસા નગર પાલિકા એ પાણી ના પેસા ન ભરવા પડે તે માટે હાઈકોર્ટ સુધી ગઈ હતી અને ત્યાં પણ પોતાનો કેસ વિથડ્રો થઇ ગયો હતો જેથી હવે પાલિકા ને પેસા ભરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી જેથી પાલિકા સરકાર પાસે જઈ ને આ પેસા માફ કરવામાં આવે તેવી રજૂઆત કરી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Debt, મહાનગરપાલિકા

    આગામી સમાચાર