યુવાને ઘોડે ચઢી ધામધૂમથી કાઢ્યો વરઘોડો પરંતુ ન લાવ્યો કોઇ દુલ્હન

News18 Gujarati
Updated: May 12, 2019, 4:01 PM IST
યુવાને ઘોડે ચઢી ધામધૂમથી કાઢ્યો વરઘોડો પરંતુ ન લાવ્યો કોઇ દુલ્હન
કાકાએ પોતાના ભત્રીજાના ઘોડે ચઢવાનાં અરમાન પૂર્ણ કરવા માટે અનોખા લગ્ન કરાવ્યાં.

કાકાએ પોતાના ભત્રીજાના ઘોડે ચઢવાનાં અરમાન પૂર્ણ કરવા માટે અનોખા લગ્ન કરાવ્યાં છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આપણે ઘણાં એવા લગ્ન જોયા હશે જ્યાં બેન્ડવાજા નહીં હોય કે સાદાઇથી લગ્ન કરે. પરંતુ શું તમે એવા કોઇ લગ્ન વિશે સાંભળ્યું છે કે જે લગ્નમાં દુલ્હન જ ન હોય. તમને આ વાતની ચોક્કસ નવાઇ લાગશે. આવા એક લગ્ન સાબરકાંઠાનાં ચાંપલાનાર ગામમાં યોજાયા છે. કાકાએ પોતાના ભત્રીજાના ઘોડે ચઢવાનાં અરમાન પૂર્ણ કરવા માટે અનોખા લગ્ન કરાવ્યાં છે.

આ પણ વાંચો : કેમ China Girl સાથે લગ્ન કરી ચીનમાં વસવા લાગ્યા છે ભારતીય યુવકો

ચાંપલનાર ગામનાં અજય ઉર્ફે પોપટ બારોટ બાળપણથી માનસિક દિવ્યાંગ હતો. તેની માતા પણ બાળપણમાં મૃત્યુ પામી હતી ત્યારે તેના પિતાએ તેને મોટો કર્યો છે. અજય હિંમતનગર મંદબુદ્ધિ સંસ્થામાં મુક્યો હતો ત્યારે વેકેશનમાં ઘરે આવેલ અજયે બીજા લોકોનાં લગ્ન જોઇને તેના કાકાને કહેલું કે મારે પણ લગ્ન કરવા છે. જે બાદ કાકાએ નક્કી કર્યું કે દિવ્યાંગ ભત્રીજાના કોડ પુરા કરવા છે.

લગ્નમાં આ રીતે છપાવી કંકોત્રી


આ માટે દિવ્યાંગ યુવકની કંકોત્રી છપાવી , શુક્રવારે વરઘોડો કાઢી જમણવાર રાખી ઈચ્છા પૂર્ણ કરી હતી. આ લગ્નની કંકોત્રીમાં કે લગ્નમાં દુલ્હન જ ન હતી.

આ પણ વાંચો : સાબરકાંઠામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત યુવકનો નીકળ્યો વરઘોડોઅજયના કાકા કમલેશભાઈ બારોટે જણાવ્યું કે, અજયના વરઘોડા માટે કંકોતરી છપાવીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુરુવારે ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ અને પીઠીની વિધિ પણ કરીને શુક્રવારે વરઘોડો કાઢ્યો હતો.
First published: May 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading