તીડનો તરખાટ : ખેડૂતો સાવધાન! પવનની દિશા બદલાતા તીડના હુમલાનો ખતરો યથાવત

તીડનો તરખાટ : ખેડૂતો સાવધાન! પવનની દિશા બદલાતા તીડના હુમલાનો ખતરો યથાવત
પ્રતિકાત્મક તસવીર

બનાસકાંઠામાં તીડ પર તંત્રએ 95 ટકા નિયંત્રણ મેળવી લીધું હોવાના દાવો, સાબરકાંઠામાં એલર્ટ જાહેર, સપંચો સહીત તંત્રને સાબદું કરાયું

 • Share this:
  અમદાવાદ : ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓને તીડે ધમરોળ્યા બાદ આજે તંત્ર દ્વારા સૌથી વધુ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લામાં તીડ પર 95 ટકા નિયંત્રણ મેળવી લીધું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.દરમિયાન તીડના હુમલાને લગતા મહત્ત્વના સમાચારો પ્રાપ્ત થયા છે. બનાસકાંઠામાંથી સંકટ ટળ્યુ હોવા છતાં રાજ્યના 3 જિલ્લામાં હજુ પણ તીડના હુમલાની આશંકા સેવાઈ રહી છે. પવને દિશા બદલતા હવે બનાસકાંઠા અને મહેસાણા સાથે જોડાયેલા સાબરકાંઠાના ગામોને સતર્ક કરાયા છે. સાબરકાંઠામાં પવનની દિશા બદલાતા બનાસકાંઠા અને મહેસાણા સાથે જોડાયેલા ગામોને સતર્ક કરાયા છે.

  સાબરકાંઠાના હિમ્મતનગર વડાલી, ઇડર, ખેડબ્રહ્મા, પોશીનાના કેટલાક ગામોને સંવેદનશીલ જાહેર કરાયા છે. તીડ સામે કાર્યવાહી કરવા માટે તંત્ર દ્વારા ગ્રામ સેવકો, તલાટી અને સરપંચોને એલર્ટ કરાયા છે. તીડ આવે તો ઢોલ વગાડવા અને કેરોસીનનો છંટકાવ કરવા સૂચના અપાઈ છે.  આ પણ વાંચો :  રેકોર્ડબ્રેક ઠંડી : નલિયા 3.6, ડિસા 6.8, માઉન્ટ આબુના ગુરૂ શિખર પર -3 ડિગ્રી તાપમાન

  બનાસકાંઠામાં 95 ટકા નિયંત્રણ મેળવી લેવાયુ

  તંત્ર દ્વારા બનાસકાંઠામાં તીડ આક્રમણ બાદની દવા છંટકાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. તીડ પર 95 ટકા નિયંત્રણ કર્યું હોવાનો તંત્રએ દાવો કર્યો છે. છેલ્લા 3 દિવસથી કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક તંત્રની 45 જેટલી ટીમો કામે લાગી હતી.સ્થાનિક ખેડૂતોની પણ મદદ લઇ 100 ટ્રેક્ટર દ્વારા દવા છંટકાવ કરાયો હતો. તીડનું મોટું ઝૂંડ સંચોર તરફ જતા ખેડૂતોને રાહત થઈ છે. ધાનેરામાં છૂટા છવાયા તીડ પર હજુ પણ દવા છંટકાવની કામગીરી ચાલુ છે જ્યારે થરાદમાં એક હેક્ટરમાં અંદાજે 4 લાખ જેટલા તીડ હતા, તેમાંથી 3 હજાર હેક્ટર જમીન પર તીડ નું સતત 3 દિવસ સુધી આક્રમણ થયું હતું.

  આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં કડકડતી ઠંડીથી 28 લોકોનાં મોત, CM યોગીએ બેઘર લોકોને ધાબળા વહેંચ્યા

  તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરવું જોઇએ?
  • તીડનુ ટોળુ આવતુ હોવાના સમાચાર મળે કે તુરંત ગ્રામજનોને સાવધ કરવા તથા ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગાડી મોટા અવાજ કરવા
  • તીડનુ ટોળુ રાત્રી રોકાણ કરે તો કેરોસીનના કાકડા અથવા લેમથ્રોઅર વડે સળગાવીને નાશ કરવો.

  • જે વિસ્તારમાં તીડના ઈંડા મુક્યા હોઈ તે વિસ્તારની જમીન પર એક હેક્ટર જમીન દીઠ 25 કિ.ગ્રા. જેટલી મેલાથીઓન 5%, ક્વિનાલ્ફોસ 1.5% ભૂકીના બે ફુટ પહોળા પટ્ટાઓ કરવા.

  • તીડના બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમાં આગેકુચ કરતા હોય, ત્યારે અનુકૂળ જગ્યા એ લાંબી ખાઈઓ ખોદીને તીડના બચ્ચાના ટોળા દાટી દેવા. તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા અટકાવવા ઝેરી પ્રલોભકા [ડાંગરની કૂશકી (100 કિ. ગ્રા.) ની સાથે ફેનીટ્રોથીઓન (0.5 કિ.ગ્રા.) + ગોળની રસી (5 કિ. ગ્રા.) બનાવી જમીન ઉપર રસ્તામાં વેરવી.

  • જ્યાં ખેતીના પાક પર અથવા ઘાસિયામાં તીડના ટોળા બેસે ત્યાં મેલાથીઓન 5% ક્વિનાલ્ફોસ 1.5% ભૂકીનો છંટકાવ કરવો.

  • તીડના ટોળાનું નિયંત્રણ કરવા સવારના સમયે ફેનીટ્રોથીઓન 50% ઈ.સી. અથવા મેલાથીઓન 50% ઈ.સી. અથવા ક્લોરપાયારીફોસ 20% ઈ.સી. દવા 1 લીટર પ્રમાણે 800થી1000 લીટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તારમાં છંટકાવ કરવો.

  • જમીન પર રાતવાસો માટે ઉતરેલું તીડનું ટોળું પણ સામાન્ય રીતે સવારનાં દસ-અગીયાર વાગ્યા પછી જ પ્રયાણ કરતું હોય છે ત્યારે મેલાથીઓન ૫% અથવા ક્વિનાલ્ફોસ 1.5% ભૂકી દવાનો છંટકાવ કરવો.

  • લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ (5% અર્ક) અથવા લીંબડાનું તેલ 40 મિ.લિ + કપડાં ધોવાનો પાઉડર 10 ગ્રામ અથવા લીંબડા આધારીત તૈયાર કીટકનાશક 20 મિ.લિ. (1 ઈ.સી.) થી 40 મિ.લિ. (0.15 ઈ.સી.) 10 લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણને છાંટવાથી આવા છોડ તીડ ખાતા નથી.

  • તીડના ઈંડા મુકાયા હોય તે વિસ્તારમાં ઊંડી ખેડ કરી ઈંડાનો નાશ કરવો.

  Published by:Jay Mishra
  First published:December 28, 2019, 11:04 am

  ટૉપ ન્યૂઝ