દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં જુડો ગેમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર સલીમ સુથારે રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી અરવલ્લી જીલ્લા સહીત ગુજરાતનું ગૌરવ વધાર્યું.
દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં અરવલ્લી જીલ્લાના મોડાસાના રેડીયંસ સ્કુલના ધોરણ ૧૦માં અભ્યાસ કરતા સલીમ સુથારે ૯૦ કિલો ગ્રામની જુડો સ્પર્ધામાં ભાગ લીધો હતો. તારીખ ૩૧ જાન્યુઆરી થી ૯ ફેબ્રુઆરી સુધી દિલ્હી ખાતે યોજાયેલ વિવિધ સ્પર્ધામાં દેશભરની અનેક શાળાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં અરવલ્લી જીલ્લાના મોડાસાના સલીમ સુથારે ૯૦ કિલો ગ્રામની જુડો સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સિલ્વર મેડલ મેળવ્યો હતો. સાથે જ દેશમાં બીજો નંબર મેળવીને રાજ્ય તેમજ મોડાસાનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે ચાર માસ પહેલા નડિયાદમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા સ્કુલ ગેમ્સના અન સલીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્યારે સલીમના કોચને પણ આશા છે તેમની વધુ મહેનતથી સલીમ અંતરરાષ્ટ્રીય ફલક પર દેશનું નામ ગૌરવ વધારશે.
સિલ્વર મેડલ જીતનાર વિદ્યાર્થી સલીમ સુથારે જણાવ્યું કે, મેં દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ મેળવ્યો છે જુડો સ્પર્ધામાં મેડલ મળતા ખુબ આનંદ અને ગૌરવ અનુભવું છું.
સલીમના કોચ અસીફ લીમડાએ જણાવ્યું કે, ખુબ ગૌરવ છે સલીમ પાછળ ખુબ મહેનત કરી છે હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધે તે માટે અમે મહેનત કરી રહ્યા છીએ.
સ્ટોરી - હાર્દિક પટેલ
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર