ખેડબ્રહ્મા આંગડિયા પેઢીના કર્મચારીની હત્યા અને લૂંટનો કેસ ઉકેલાયો, ચોથો શખ્સ 4 પિસ્તોલ સાથે ઝડપાયો

આરોપીને ચાર પિસ્તોલ, સાત જીવતા કારતુસ સાથે બે લાખથી વધારેના મુદ્દામાલ સહિત ઝડપી લેવાયો છે.

આરોપીને ચાર પિસ્તોલ, સાત જીવતા કારતુસ સાથે બે લાખથી વધારેના મુદ્દામાલ સહિત ઝડપી લેવાયો છે.

 • Share this:
  ઈશાન પરમાર, હિંમતનગર : ત્રણ માસ અગાઉ ખેડબ્રહ્મા આંગડિયા પેઢીના લૂંટ સાથે હત્યા કેસમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે આજે મુખ્ય મદદગારી કરનાર આરોપીને ચાર પિસ્તોલ, સાત જીવતા કારતુસ સાથે બે લાખથી વધારેના મુદ્દામાલ સહિત ઝડપી લેવાયો છે.  તેમજ લૂંટ વિથ મર્ડરનો ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે.

  સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ત્રણ માસ અગાઉ બે લાખથી વધારેની લૂંટ કરી આંગડીયા પેઢીના કર્મચારીને મોતને ઘાટ ઉતારાયો હતો. જેમાં ફાયરિંગ અને ચપ્પાના ઘા મારી તેઓ ફરાર થયા હતા. જેના પગલે સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં આરોપીઓએ કોઈપણ સાબિતી ન રહે તે રીતે લૂંટ કરી ફરાર થયા હતા. જોકે, સાબરકાંઠા જિલ્લા પોલીસે પૂર્ણ ગંભીરતાથી 4000થી વધારે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલો ઉકલ્યો છે.

  પોલીસે ઝડપાયેલા શખ્સ સહિત કુલ છ શખ્સો વિરૂધ્ધ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો દર્જ કરાવી રૂ.182  લાખનો મુદ્દામાલ કબજે લઇ તપાસ લંબાવી છે.

  જિલ્લા પોલીસવડા ચૈતન્ય મંડલીકના જણાવ્યા મુજબ, નવેક માસ અગાઉ ખેડબ્રહ્મામાં આંગડીયા પેઢીનો એક કર્મચારી પોતાના થેલામાં કેટલીક રોકડ લઈને નીકળ્યો હતો ત્યારે વાહનમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ કર્મચારી પર ફાયરીંગ કરી છરાના ઘા મારી રૂા.૧,૮૪,૬૦૦ ની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા. જે ઘટના સંદર્ભે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં હત્યા સાથે લૂંટનો ગુનો નોંધાયા હતો. જે બાદ સમગ્ર ઘટનાની તપાસ સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી હતી.

  એલસીબીના પી.એસ.આઇ. બી.યુ.મુરીમા, એએસઆઇ નાથાભાઇ, રજુસિંહ સહિતની ટીમે રવિવારે પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી આધારે ખેડબ્રહ્માના લૂંટ વીથ મર્ડરમાં સંડોવાયેલા આરોપી રોહિતસિંહ ઉર્ફે રણવીરસિંહ ઉર્ફે ભાણુભા કિરીટસિંહ ઝાલા (રહે.ધાંગધ્રા) ને હિંમતનગરના મોતીપુરા સર્કલ પરથી દેશી બનાવટની ચાર પિસ્તોલ અને સાત જીવતા કારતુસ સાથે દબોચી લીધો હતો.

  સિંહ બાદ હવે દીપડાને પણ પહેરાવાશે રેડિયો કોલર, જાણો શું થશે ફાયદો  નોધનીય છે કે, પાંચ વર્ષ પહેલા મહેસાણાના કડીમાં થયેલા ફાયરિંગ આ મામલે કબૂલાત કરી હતી. સાથોસાથ સુરેન્દ્રનગરના પાટડી પાસે 28 લાખથી વધારે ના સોના ચાંદીના દાગીનાની લૂંટની પણ કબુલાત કરી છે. તેમજ સુરેન્દ્રનગરના અનેક કેસમાં એક લાખ ચોસઠ હજારથી વધારે લૂંટ કરવાનું પણ સ્વીકારી છે. તેમજ આજદિન સુધી વોન્ટેડ હતો સાથોસાથ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં મારામારી પ્રોહીબીશન સહિતના ગુનાઓમાં તડીપાર કરાયેલ હતો તે પણ સ્વીકાર્યું છે. જોકે, આજે હિંમતનગર ખાતે ચાર જેટલી ભારતીય બનાવટની પિસ્તોલ સહિત સાત નંગ જીવતા કારતૂસ મળી આવ્યા છે .જે અંગે ગુજરાતથી રાજસ્થાન પિસ્તોલ વેચવા જતો હોવાનું ખુલ્યુ છે. જોકે હજુ લૂંટ વિથ મર્ડરનો મુખ્ય આરોપી ઝડપવાનો બાકી છે.

  સાબરકાંઠા જિલ્લા પોલીસને છેલ્લા ત્રણ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર તેમજ વિવિધ પ્રકારના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. હાલમાં આરોપી પાસેથી આગામી સમયમાં હજુ પણ વધુ ગુનાઓ ઉકેલવાની સંપૂર્ણ સંભાવના છે.
  Published by:Kaushal Pancholi
  First published: